ગુજરાત

gujarat

ETV Bharat / state

બીટકોઇન આપઘાત કેસ: DCPની ખાતરી બાદ પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યો - Gujarati story

અમદાવાદઃ અમદાવાદમાં બીટકોઇન બ્રોકરે આત્મહત્યા કરી છે. જેના માટે Dy.SP ચિરાગ પટેલને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. આ મામલાને લઇને પરિજનોએ મૃતદેહ સ્વિકારવાની ના પાડી હતી. અંતે આ મામલાને લઇને DCP એ તપાસની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને આખરે પરિજનોએ મૃતદેહને સ્વીકાર્યો હતો.

અમદાવાદના બીટકોઇન બ્રોકરે કર્યો આપઘાત,Dy.SP ચિરાગ પટેલ શંકાના ઘેરામાં

By

Published : May 19, 2019, 3:23 PM IST

અમદાવાદમાં ફરી એકવાર બીટકોઇન પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા બીટકોઇન બ્રોકર ભરત પટેલે આત્મહત્યા કરી છે. તે માનસિક રીતે હેરાન થતાં હોવાથી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનું સ્યુસાઇડથી જાણવા મળ્યું છે. તેણે લખ્યું હતું કે, “હું ભરતકુમાર પટેલ, બીટકોઇ બ્રોકર હતો. મને મારો નાનો ભાઇ એટલે કે, Dy.SP ચિરાગ પટેલ માનસિક રીતે ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છું. હું બીટકોઈન ટ્રેડિંગનું કામ કરતો હતો. તેમણે મને 5 બીટકોઈન ટ્રેડિંગ કરવા આપ્યા હતા. જે લોસ થતાં 5 બીટકોઈનનો 11,575નો વાંરવાર હિસાબ માંગી મને હેરાન કરતા હતા.”

બીટકોઇન આપઘાત કેસ: DCPની ખાતરી બાદ પરિજનોએ કર્યો મૃતદેહનો સ્વિકાર

આ ઉપરાંત આ સુસાઈડ નોટમાં મૃતકે જણાવ્યું હતું કે, મારા બંને ભાઈઓનું મારી પર ખુબ દબાણ હતું. તેમણે બીટકોઈન રિકવરી માટે મને હેરાન કરી મારૂં જીવવું હરામ કરી નાંખ્યું હતું. તે ઓછું હતું તો, મને ઘરે આવી પુરા બીટકોઈ આપી દેવાની ધમકી આપતા હતા. આથી મારી પાસે બીજો કોઇ રસ્તો ન હોવાથી હું આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છું.”

અમદાવાદના બીટકોઇન બ્રોકરે કર્યો આપઘાત,Dy.SP ચિરાગ પટેલ શંકાના ઘેરામાં

ભરત પટેલનો પરિવાર પોતાના દિકરાને ન્યાય અપાવવા માટે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગે પહોંચી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે, જ્યાં સુધી આરોપીને સજા નહીં ત્યાં સુધી ભરતની મૃતદેહ પોસ્ટમોર્ટમમાંથી લેશે નહીં.

અમદાવાદના બિટકોઇન બ્રોકર ભરત પટેલના આત્મહત્યાને લઇને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા ઝોન-2 ડીસીપી ધર્મેન્દ્ર શર્મા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને પરિવારને યોગ્ય તપાસની ખાતરી આપી હતી. ત્યાર બાદ ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે આ મામલે PI તપાસ કરશે અને સુપરવિઝન રહેશે. FSમાં સ્યુસાઇડ નોટ તપાસ માટે મોકલવામાં આવશે અને એક્સપર્ટની મદદ લેવામાં આવશે. ગુજરાતમા બીટકોઈન પર પ્રતિબંધ છે. તેમ છતાં પણ પોલીસ અધિકારીની સંડોવણી સામે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં DCPએ ખાતરી આપતા પરિવારે અંતે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details