ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદની ધડકન સાવ ચૂપચાપ, માણેકચોક સાવ સૂમસામ…જૂઓ વીડિયો - માણેક ચોક ખાઉગલી

ગુજરાતનું બિઝનેસ હબ ગણાતું અમદાવાદ સંપૂર્ણપણે બંધ છે. અમદાવાદનું હાર્ટ જે સતત ધબકતું રહે છે તેવા કોટ વિસ્તારનું માણેકચોક સાવ સૂમસામ બન્યું છે. આવો જોઈએ માણેકચોકનો માહોલ…

અમદાવાદની ધડકન સાવ ચૂપચાપ, માણેકચોક સાવ સૂમસામ… જૂઓ વિડિયો
અમદાવાદની ધડકન સાવ ચૂપચાપ, માણેકચોક સાવ સૂમસામ… જૂઓ વિડિયો

By

Published : Apr 7, 2020, 6:38 PM IST

અમદાવાદ : શહેરનું માણેકચોક અને તેનો આસપાસનો વિસ્તાર હંમેશા લોકોની અવરજવરથી ભરેલો હોય છે. વહેલી સવારથી લઈને મોડી રાત સુધી માણેકચોકમાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ ભીડમાં વાઇરસ ફેલાવાની શકયતા છે, તેથી આ વિસ્તારને 15 દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ સમગ્ર માણેકચોક બજાર સૂમસામ બન્યું છે અને પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

અમદાવાદની ધડકન સાવ ચૂપચાપ, માણેકચોક સાવ સૂમસામ… જૂઓ વિડિયો

માણેકચોકમાં સોનાચાંદીની દુકાન, શેરબજાર, કાપડ બજાર, ચાંલ્લા બજાર, ચોપડા બજાર, વાસણ બજાર, ખાણીપીણી બજાર એમ અલગ અલગ બજારો આવેલા છે, તેથી અહીંયા 24 કલાક લોકો જોવા મળતાં હોય છે, પરંતુ લૉકડાઉનને કારણે આજે અહીં એક વ્યક્તિ પણ જોવા નથી મળી રહ્યો. વેપારી એસોસિએશન અને અન્ય એસોસિએશન દ્વારા તો લૉકડાઉન અગાઉ સરકારને સમર્થન આપી કોરોના ભગાવવામાં સ્વેચ્છાએ માર્કેટ બંધ કરવામાં આવ્યું હતું.

15 એપ્રિલથી જો સરકાર દ્વારા લૉકડાઉન બંધ કરવામાં આવે અને આંશિક છૂટછાટ આપવામાં આવશે તો વેપારીઓ માત્ર થોડો સમય બજારમાં હાજરી આપીને સલામત રીતે ઘરે પરત જાય તેવી સંભાવના છે અને છૂટ આપવામાં નહીં આવે તો અમદાવાદનું હાર્ટ સમાન માણેકચોક હજુ પણ બંધ રહેશે.

અમદાવાદીઓને માણેકચોકની પાણીપુરી, ગાંઠિયા, ગરમ ફાફડા, ગરમ ગોટા, ભાજીપાઉં, ઢોસા, દાળવડા, કૂલ્ફી, સેન્ડવીચ યાદ આવે છે, પણ કરે શું? હાલ તો અમદાવાદીઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે કે અમદાવાદની રોનક ઝડપથી ફરી પાછી આવે.

ABOUT THE AUTHOR

...view details