ગુજરાત

gujarat

ETV Bharat / state

Baba Bageshwar : અમદાવાદમાં બાબાના દરબારમાં ભક્તોનું ઘોડાપુર, શાસ્ત્રીના આગળના કાર્યક્રમ ક્યા ક્યા જાણો - Vatva dhirendra shastri darbar

અમદાવાદના વટવા ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન થયું હતું. વટવાના શ્રી રામ મેદાનમાં બાબના દિવ્ય દરબારનું આયોજન થતાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. ત્યારે હવે બાબાના આગળના કાર્યક્રમની માહિતી વિગતવાર જાણીએ.

Baba Bageshwar : અમદાવાદમાં બાબાના દરબારમાં ભક્તોનું ઘોડાપુર, શાસ્ત્રીના આગળના કાર્યક્રમ ક્યા ક્યા જાણો
Baba Bageshwar : અમદાવાદમાં બાબાના દરબારમાં ભક્તોનું ઘોડાપુર, શાસ્ત્રીના આગળના કાર્યક્રમ ક્યા ક્યા જાણો

By

Published : May 31, 2023, 11:03 AM IST

Updated : May 31, 2023, 11:56 AM IST

અમદાવાદ : વરસાદ સહિતના અનેક વિધ્નોના અંતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર અમદાવાદમાં યોજાયો હતો. અમદાવાદના વટવા ખાતે આવેલા શ્રી રામ મેદાનમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર યોજાયો હતો, ત્યારે શ્રી રામ મેદાનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શિવકૃપા મિત્ર મંડળ દ્વારા એક દિવસીય દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે બાબા આજે રાજકોટમાં રવાના થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત વડોદરામાં પણ બાબાના કાર્યક્રમને લઈને ભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે.

ભક્તોમાં ખુશીની લહેર : અમદાવાદમાં વટવા ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા 2 કલાકનો દિવ્ય દરબાર યોજાયો હતો, ત્યારે ભક્તો બાબાને સાંભળવા મોટી સંખ્યામાં દરબાર સ્થળે પહોંચી ગયા હતા. અમદાવાદમાં આ દિવ્ય દરબાર ઓગણજ મેદાન ખાતે આયોજિત કરાયો હતો. જો કે વટવામાં દિવ્ય દરબારનું આયોજન થતા ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

કાર્યક્રમનું સંચાલન : આ પહેલા વરસાદના વિઘ્ન વચ્ચે મેદાનમાં પાણી ભરાઈ જવાથી આયોજન રદ કરવાની ફરજ પડી હતી. દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન સંચાલન શિવ કૃપા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દિવ્ય દરબાર કાર્યક્રમમાં ઉમટયા હતા. સોમવારે વરસાદે ભક્તોની આશા પર વરસાદે પાણી ફેરવી દીધું હતું, ત્યારે વટવામાં દિવ્ય દરબાર યોજવાની પોલીસ દ્વારા પરવાનગી મળતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબારનું આયોજન કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી. શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, વટવાના ધારાસભ્ય સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.

બાબના આગળના કાર્યક્રમ : સુરત અને અમદાવાદમાં બાબાના દરબારમાં હજારોની ભીડ ભેગી થઈ હતી. ત્યારે હવે બાબા અમદાવાદથી રાજકોટ જવા રવાના થશે. રાજકોટમાં બાબાના કાર્યક્રમને લઈને ભક્તો દ્વારા તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજકોટમાં બે દિવસય કાર્યક્રમ બાદ બાબા વડોદરા જવા રવાના થશે. વડોદરામાં પણ બાબાના સમર્થકો દ્વારા હોશે હોશે તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટમાં તારીખ 1 અને 2 જૂન બાબા બાગેશ્વરનો દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરામાં 3 જૂના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

  1. Baba Bageshwar : ધીરેન્દ્ર શાસ્ત્રીને રાજકોટમાં 15 ઈંચની ચાંદીની ગદા આપવામાં આવશે, બાબાનો ઉતારો ક્યા જૂઓ
  2. Bageshwar Dham in Rajkot : બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ આગમન પૂર્વે યોજાયો આ કાર્યક્રમ
  3. Dhirendra Shastri Viral video : બાબા બાગેશ્વરએ મોર સાથે કર્યો ડાન્સ, વિડિયો થયો વાયરલ
Last Updated : May 31, 2023, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details