ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : એસ્ટ્રલ કંપની સાથે ઠગાઈ આચરનાર પિતા પુત્રની જુગલજોડી ઝડપાય - Ahmedabad Astral Company Fraud

અમદાવાદના બોડકદેવ પોલીસે છેતરપિંડી મામલે પિતા પુત્રની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી કપંનીના ગ્રાહકોએ મંગાવેલા ઓર્ડરને અન્ય જગ્યાએથી સસ્તો માલ મેળવીને સપ્લાય કરતો હતો. જેથી કંપનીને આશરે 5 કરોડનું નુકસાન કરાવ્યું હતું. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Ahmedabad Crime : એસ્ટ્રલ કંપની સાથે ઠગાઈ આચરનાર પિતા પુત્રની જુગલજોડી ઝડપાય
Ahmedabad Crime : એસ્ટ્રલ કંપની સાથે ઠગાઈ આચરનાર પિતા પુત્રની જુગલજોડી ઝડપાય

By

Published : Mar 17, 2023, 10:30 AM IST

અમદાવાદના બોડકદેવ પોલીસે છેતરપિંડી મામલે પિતા પુત્રની ધરપકડ

અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે છેતરપિડીંના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં બોડકદેવ વિસ્તારમાં પણ પિતા પુત્રની જુગલજોડીએ લાખો રૂપિયાની છેતરપિડીંનો કેસ સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર વિરૂદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે. જે મામલે પોલીસે પિતા પુત્રની જુગલજોડીની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો : આ મામલે પોલીસે ઝડપેલા આરોપીઓના નામ ટી વિજયન અને રિષભ વિજયન છે. પકડાયેલા આરોપીઓ પૈકી ટી વિજયન એસ્ટ્રલ કંપનીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેનો પુત્ર તુલસી એસોસીએટ નામની પેઢી ચલાવે છે. આરોપી ટી વિજયનએ કંપનીના ગ્રાહકોએ મોકલેલા ઓર્ડરના ઇમેલના ડેટા પોતાના પુત્રની પેઢીને ગેરકાયદેસર રીતે ફોરવર્ડ કરવાનો આક્ષેપ હતો. ગ્રાહકોએ માંગ્યા મુજબની વસ્તુઓના ઓર્ડર આપી કંપની જે વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તેવી જ વસ્તુઓની પ્રોડક્ટ અન્ય જગ્યાએથી મેળવી કંપનીના ભાવ કરતા સસ્તા ભાવે સપ્લાય કરીને કંપનીને આશરે રૂપિયા 5 કરોડ જેટલું નુકસાન કરાવ્યું હતું.

આ પણ વાંચો :Navsari Crime : ડિજિટલ ટ્રાન્જેક્શનથી રૂપિયાની લેતી દેતી કરતા લોકો માટે લાલબત્તી

64.89 લાખ રૂપિયાનું કમિશન : આરોપી ટી વિજયને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ત્રણ જેટલી કંપની પાસેથી 64.89 લાખ રૂપિયાનું કમિશન પણ મેળવ્યું હતું. જે અંગેની જાણ કંપનીને થતા એચ.આર મેનેજરે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદના આધારે પિતા પુત્રની ધરપકડ કરી બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ અંગે એમ ડિવિઝનના ઇન્ચાર્જ ACP એસ.એમ પટેલે જણાવ્યું હતું કે, છેતરપિંડીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપી પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની વધુ તપાસ પોલીસે શરૂ કરી છે.

આ પણ વાંચો :Vadodara Crime : સાવધાન, આધારકાર્ડ ફિંગરપ્રિન્ટની કોપી બનાવી છેતરપીંડી કરનારા શખ્સો ઝડપાયા

અન્ય છેતરપિડીં :ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ક્રાઈમના બનાવો સતત વધતા રહ્યા છે. ત્યારે કેટલી જગ્યાએ પોલીસ પાસે ક્રાઈમની માહિતી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં પણ આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટની કોપી બનાવી છેતરપિંડી આચરનારા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ વિવિધ મુદામાલ જપ્ત કર્યો છે. આ શખ્સોની અટકાયત કરીને રિમાન્ડ મંજૂર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details