અમદાવાદઃ આસ્ટોડિયા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ટુ-વ્હીલરમાં થેલામાં છૂપાવેલા ચાઇનીઝ દોરીના 13 રીલ સાથે પોલીસે બેની ધરપકડ કરી 33 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જગદીશભાઈ (Ahmedabad police Astodia BRTS prohibited String) સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, આસ્ટોડિયા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બે વ્યક્તિ ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા આવી છે.
અમદાવાદ આસ્ટોડિયા:પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 2 ઝડપાયા
અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાંથી (Ahmedabad police Astodia BRTS prohibited String) પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 2 ઝડપાયા છે. બસ સ્ટેન્ડ પાસે ટુ-વ્હીલરમાં થેલામાં છૂપાવેલા ચાઇનીઝ દોરીના 13 રીલ સાથે પોલીસે બેની ધરપકડ કરી 33 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કોન્સ્ટેબલ જગદીશભાઈ સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, આસ્ટોડિયા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બે વ્યક્તિ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઝડપાયા હતા.
વૉચ ગોઠવી હતીઃ પોલીસે વોચ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા. તપાસમાં પોલીસને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. પૂછપરછમાં બંનેના નામ શાહપુરના મહંમદ ફરીદ કુરેશી અને નીતિશ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું.ખાડિયા પોલીસે બંનેની ધરપકડ કરવા ઉપરાંત તેમની સામે ગુનો પણ નોંધ્યો હતો. તમામ પતંગ બજારમાં પોલીસે વોચ ગોઠવી. જે જગ્યાએ પતંગ દોરીનાં બજારો ભરાતા હોય તે જગ્યાએ ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલનું વેચાણ ન થાય તે માટે પોલીસને સૂચના આપવામાં આવી છે. જેના કારણે પોલીસે આવા માર્કેટો પર સતત વોચ ગોઠવી છે. ચાઈનીઝ દોરીની હેરફેર કરનારાને પકડવા સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.
TAGGED:
Gujarati