ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદનાં મેઘાણીનગરમાં તોડફોડ મામલે પોલીસે CCTV ફૂટેજ મેળવ્યાં - જૂથ અથડામણ

અમદાવાદના મેઘાણીનગરમાં ગત રાતે થયેલી બે જૂથ અથડામણમાં 20થી વધુ વાહનોમાં તોડફોડ કરાયાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશને ગુનો નોધાયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધાં છે

મેઘાણીનગરમાં 20 વાહનોની તોડફોડના સીસીટીવી સામે આવ્યાં
અમદાવાદ-મેઘાણીનગરમાં તોડફોડ મામલે પોલિસે સીસીટીવી ફૂટેજ મેળવ્યાં

By

Published : Feb 3, 2020, 6:12 PM IST

અમદાવાદ:અમદાવાદમાં મેઘાણીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી, તે દરમિયાનમાં રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને 20થી વધુ વાહનોને નુકસાન કરવામાં આવ્યું છે. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતાં CCTV ફૂટેજ મેળવી લીધાં છે.

અમદાવાદનાં મેઘાણીનગરમાં તોડફોડ મામલે પોલીસે CCTV ફૂટેજ મેળવ્યાં
પોલીસની તપાસમાં જાણવા મળ્યુ કે રીંકુ નામના આરોપી અને તેના 2 સાગરીતોએ મોડી રાતે પોતાનું વર્ચસ્વ જમાવવા વાહનોમાં ઝંડા અને તલવાર વડે તોડફોડ કરી હતી.ઉલ્લેખનીય છે કે, રીંકુ અને તેના સાગરીતો થોડા દિવસો અગાઉ જ જેલમાંથી બહાર આવ્યા છે અને પોતાનું વર્ચસ્વ જમાવવા ટિકટોકમાં વિડિઓ પણ બનાવ્યા હતા અને વાયરલ કર્યા હતા. સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે..

ABOUT THE AUTHOR

...view details