અમદાવાદ : અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા કીડી નેશનલ પલ્મોનોલોજી અને ક્રિટિકલ કેર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલમાં ચાલી રહેલા વાયરલ ઇન્ફેક્શન વિશે ગહન પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વાયરલ ઇન્ફેક્શન ખૂબ ઊંડાણપૂર્વક વધી રહ્યું છે. જેને લઈને જાહેર જનતાની જાગૃતિ વધારવા માટે "વર્તમાન વાયરસ ચેપી રોગ નિષ્ણાંત સર્વસંમતિ" નામના બે શ્વેતપત્રો પણ બહાર પાડવામાં આવ્યા હતા.
યુવાનો હાર્ટએટેક આવવાનું કારણનું સંશોધન ચાલુ :ડોક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે, કોવિડ પછી હાર્ટએટેક આવવાના કેસ વધી ગયા છે. કોરોના થયો તેને હાર્ટએટેક આવે છે. તેવું હજુ સુધી સાબિત થયું નથી પરંતુ હા એટલું કહી શકીએ કે કોરોના બાદ યુવાનોની અંદર હાર્ટએટેક આવવાના કિસ્સા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. હાલ અમે લોકો એની પાછળ સંશોધન કરી રહ્યા છીએ કે આ હાર્ટએટેક આવવાનું કારણ મુખ્ય શું છે. અચાનક કોરોના બાદ જ કેમ હાર્ટએટેકના કિસ્સાઓ વધી ગયા છે.
ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વિવિધ પ્રકાર :નિષ્ણાંતોનું માનવું છે કે, કોવિડ 19ની જેમ ઈન્ફલ્યુએન્ઝા રાયનો વાયરસ અને અન્ય વાયરસ શ્વાસ સંબંધી વાયરલ બીમારીઓનું કારણ બની શકે છે. ઇન્ફલ્યુએન્ઝા વાયરસના અનેક પ્રકાર છે. જેમાં H1N1અને H3N2 જેવા પ્રકારના શ્વાસોશ્વાસની બીમારીનું કારણ પણ બની શકે છે. જો કે કોવિડ19 અને ઈન્ફલ્યુએન્ઝા લક્ષણોમાં સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. વાયરલ ઇન્ફેક્શન શ્વાસની બીમારીઓ વચ્ચે નોંધપાત્ર ક્લિનિકલ ઓવરલેપ જોવા મળી શકે છે. તેથી ચેપના પ્રકાર શોધવા માટે એકમાત્ર રસ્તો પરીક્ષણ છે.