ગુજરાત

gujarat

ETV Bharat / state

AMTS Bus Terminal in Heritage Look : હેરિટેજ લૂક સાથે લાલ દરવાજા એએમટીએસ બસ ટર્મિનલ તૈયાર, જૂઓ દ્રશ્યો - એએમટીએસ બસ સ્ટેન્ડ હેરિટેજ

અમદાવાદ શહેરની મધ્યમાં આવેલ લાલ દરવાજા ટર્મિનલ અંદાજિત 8 કરોડના ખર્ચે વર્ષો બાદ તૈયાર થઈ ચૂક્યું છે. જે 5 જૂને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેને ખુલ્લું મૂકશે. આ એએમટીએસ બસ સ્ટેન્ડ હેરિટેજની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે.

AMTS Bus Terminal in Heritage Look : હેરિટેજ લૂક સાથે લાલ દરવાજા એએમટીએસ બસ ટર્મિનલ તૈયાર, જૂઓ દ્રશ્યો
AMTS Bus Terminal in Heritage Look : હેરિટેજ લૂક સાથે લાલ દરવાજા એએમટીએસ બસ ટર્મિનલ તૈયાર, જૂઓ દ્રશ્યો

By

Published : Jun 2, 2023, 8:03 PM IST

હેરિટેજની થીમ કેવી દેખાય છે જૂઓ

અમદાવાદ : દેશનું સૌથી પહેલું હેરિટેજ સિટી અમદાવાદ છે. જ્યારે ગુજરાતનું સૌથી મોટું તેમજ આર્થિક પાટનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અમદાવાદ શહેરની મધ્યમાં આવેલ લાલ દરવાજા ખાતે રાજ્યના ખૂણે ખૂણેથી ખરીદી કરવા અહીંયા આવતા હોય છે. અમદાવાદ શહેરના કોઈપણ ખૂણે પહોંચવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સંચાનલ કરવામાં આવતી AMTS બસ સ્ટેન્ડ 8 કરોડના ખર્ચે સુંદર રીતે આર્કિટેક વિભાગ તેમજ હેરિટેજ વિભાગની ગાઈડ લાઇન મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં સિટી બસ શરૂઆત થઈ ત્યારથી લાલ દરવાજા બસ સ્ટેન્ડ તરીકે પ્રખ્યાત છે. છેલ્લા 1 વર્ષથી આ બસ સ્ટેન્ડની કામગીરી ચાલી રહી હતી. આ બસ સ્ટેન્ડ હેરિટેજ લૂક આપીને સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જે 5 જૂનના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે...હિતેશ બારોટ (સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એએમસી)

ગુલાબી પથ્થરનો ઉપયોગ : હેરિટેજ અને આર્કિટેક વિભાગ દ્વારા અમદાવાદ કોર્પોરેશને હેરિટેજ લૂક ધરાવતા બસ સ્ટેન્ડ બનાવી ઈચ્છા દર્શવી હતી. જેમાં હેરિટેજ અને આર્કિટેક વિભાગની ડિઝાઇન મુજબ આ બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડ બનાવવામાં ગુલાબી પથ્થર તેમજ જોધપુરી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં અંદાજિત 8 કરોડ જેટલો ખર્ચ પણ કરવામાં આવ્યો છે.

હેરિટેજ ચિત્રો : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ હેરિટેેજ બસ સ્ટેન્ડની ટિકિટ બારી તેમજ બસ સ્ટેન્ડની દીવાલમાં અમદાવાદ શહેરના હેરિટેજ ચિત્રો દોરવામાં આવ્યા છે.જે થી અમદાવાદ શહેરમાં આવતા પ્રવાસીઓ પણ હેરિટેજ જગ્યાની માહિતી મેળવી શકે છે. આ ચિત્રોમાં ભદ્ર કિલ્લો, એલિસબ્રિજ, સ્વામિનારાયણ મંદિર, ગાંધી આશ્રમ,ઝૂલતા મિનારા સહિતના ચિત્રો પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પહેલા સમયમાં જેમ રાત્રીના સમયે ફાનસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ આ બસ સ્ટેન્ડમાં ફાનસ લાઇટિંગ મુકવામાં આવી છે.

અનેક પ્રકારની સુવિધા : આ લાલ દરવાજા ટર્મિનસમાં હેરિટેજ લૂક સાથે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સમગ્ર બસ સ્ટેન્ડમાં RCC રોડ, CCTV કેમેરા, આ ઉપરાંત બસ સ્ટેડન્ડમાં 10 જેટલા ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી 3 ટર્મિનલ પર સોલાર પેનલ પણ નાખવામાં આવી છે. આ ટર્મિનલ દરરોજ 2 લાખ વધુ લોકો મુસાફરી કરતા હોય છે. જેથી અમદાવાદ શહેરના અને ATMS બસ મુસાફરોને હવે હેરિટેજ લૂક ધરાવતા બસ સ્ટેન્ડ જોવા મળશે.

મૂળ બજેટ કરતાં વધુ ખર્ચ: 2019માં દરખાસ્ત મંજૂરી મળી તે બાદ લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણની કામગીરી શરૂ થવાની હતી. જોકે બસ ટર્મિનસની નજીક જ આવેલી હેરિટેજ ઇમારતને કારણે દિલ્હીની આર્કિયોલોજી વિભાગની મંજૂરી મામલો ગૂંચવાયો હતો. આ મંજૂરી લેવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. દરખાસ્તમાં અંદાજિત ખર્ચ 2017માં 5.72 કરોડના ખર્ચે બનવાનું હતું તે આંકડો હવે 8 કરોડની પર પહોંચી ગયો છે. જેમાં લાલ દરવાજા મજૂર મહાજન ઓફિસ પાસેના ત્રણ પ્લેટફોર્મ અને સોલાર પેનલ લગાવવા 15.75 લાખનો વધારો થયો છે.

  1. World Heritage Day : વર્લ્ડ હેરિટેજ નિમિતે શહેરની જનતા માટે AMCએ એક્ઝિબિશન ખુલ્લુ મૂક્યું
  2. Ahmedabad AMTS : લાલ દરવાજા ટર્મિનસમાં કેવો હશે હેરિટેજ લૂક જાણો
  3. લાલ દરવાજાના AMTS બસ ટર્મિનલને અપાશે Heritage look, 6.5 કરોડના ખર્ચે બસ ટર્મિનલની થશે કાયાપલટ

ABOUT THE AUTHOR

...view details