'મહા'ના સંકટને પગલે ગુજરાત રાજ્યનું તંત્ર સતર્ક થયું છે. 15 એનડીઆરએફની ટીમો એલર્ટ પર છે. સીએમ રૂપાણી સતત બેઠકો કરીને સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવી રહ્યા છે. ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન દરિયો તોફાની બનશે.
ગુજરાત આવતાં સુધીમાં ‘મહા’ વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે, સતર્ક રહેવું જરૂરી - સતર્ક રહેવું જરૂરી
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આવી રહ્યું છે. અને 6 નવેમ્બરથી 7 નવેમ્બર સુધીમાં તે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે એટલે કે દીવ-પોરબંદર વચ્ચે હીટ થવાની શકયતાઓ છે. છેલ્લી સ્થિતી પ્રમાણે આ વાવાઝોડાની તીવ્રતા સાવ ઘટી ગઈ છે. તેમ છતાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ આવવાની શકયતાઓ છે.Body:‘મહા’ વાવાઝોડુ વેરાવળથી 680 કિલોમીટર, દીવથી 730 કિલોમીટર અને પોરબંદરથી 650 કિલોમીટર દૂર છે. સેટેલાઈટની છેલ્લી ઈમે્જ જોતા એમ લાગે છે કે મહા વાવાઝોડાની તીવ્રતા ઘટી ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠે દીવ અને પોરબંદર વચ્ચે જ્યારે હીટ થશે ત્યારે 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્ય વરસાદ આવવાની શકયતાઓ છે.
ગુજરાત આવતાં સુધીમાં ‘મહા’ વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે
માછીમારોએ હવે પછીના ત્રણ-ચાર દિવસ દરિયાકાંઠે ન જવું, ખલાસીઓએ દરિયો ન ખેડવા સલાહ આપી છે. પ્રવાસીઓ પણ દરિયાકાંઠે ફરવા ન જાય. જો કે નાગરિકાઓએ ગભરાવાની જરૂર નથી, હા સતર્ક જરૂર રહેજો. દરિયાકાંઠે વસતા લોકો સ્થળાંતર કરી લેજો.