ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં 43.8 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી વધુ ગરમ શહેર - Positive new 308 cases

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં ગરમી વધુ વધશે. ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ હોટ શહેર 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ હોટ શહેર, 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ
ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ હોટ શહેર, 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ

By

Published : Apr 29, 2020, 10:38 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં તાપમાનનો પારો વધુ ઊંચે ગયો છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેથી આગામી દિવસોમાં ગરમી વધુ વધશે, બુધવારે ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ હોટ રહ્યું હતું, ત્યાર પછી બીજા નંબરે સુરેન્દ્રનગર રહ્યું હતું.

ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ હોટ શહેર, 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ
અમદાવાદ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, બુધવારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ નવા 308 કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે, આની સાથે આજથી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં ગરમી વધુ વધશે. જો કે, હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે, રોડ રસ્તા ખુલ્લા હોય છે અને વાહનનું પ્રદુષણ રહ્યું નથી, જેથી ગરમી થોડી ઓછી રહે છે. પ્રદુષણ હોત તો ગરમી વધારે ફીલ થાત.

બુધવારે અમદાવાદ 43.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ હોટ હતું. સુરેન્દ્રનગરમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરા 43.2 ડિગ્રી, ડીસા 43 ડિગ્રી, ગાંધીનગર 43 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 42.1 ડિગ્રી, ભૂજમાં 41.9 ડિગ્રી, રાજકોટમાં 41.8 ડિગ્રી અને સૂરતમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ABOUT THE AUTHOR

...view details