ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Accident : ટ્રકના ટાયર નીચે માથુ આવી જતા આંખના પલકારે યુવકનું કરુણ મૃત્યુ, જૂઓ CCTV - રખિયાલમાં અકસ્માત

અમદાવાદના રખિયાલમાં અકસ્માતમાં ટ્રક નીચે એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. સ્કૂટર સ્લીપ થતાં યુવકનું માથું ટ્રકના ટાયર નીચે આવી જતા આંખના પલકારે યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જેની સમગ્ર ઘટનાની નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

Ahmedabad Accident : ટ્રકના ટાયર નીચે માથુ આવી જતા આંખના પલકારે યુવકનું કરુણ મૃત્યુ, જૂઓ CCTV
Ahmedabad Accident : ટ્રકના ટાયર નીચે માથુ આવી જતા આંખના પલકારે યુવકનું કરુણ મૃત્યુ, જૂઓ CCTV

By

Published : Feb 23, 2023, 2:15 PM IST

Ahmedabad Accident : ટ્રકના ટાયર નીચે માથુ આવી જતા આંખના પલકારે યુવકનું કરુણ મૃત્યુ, જૂઓ CCTV

અમદાવાદ :અકસ્માતમાં મૃત્યુ તો ઘણાં જોયા હશે, પરંતુ અમદાવાદ શહેરમાં કરુણ અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થયો છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સ્કૂટર લઈને પસાર થઈ રહેલા યુવકે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે જ સ્કૂટર સ્લીપ થતાં વાહન ચાલકનું માથું ટ્રકના ટાયર નીચે આવી જતા ગણતરીની સેકન્ડમાં જ તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સૌથી અગત્યની બાબત એ છે કે સ્કૂટર ચાલકે હેલ્મેટ પણ પહેર્યું ન હતું. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

આ પણ વાંચો :Kozhikode Car Accident: સ્પીડમાં આવતી કાર દિવાલ સાથે અથડાઈને પલટાઈ ગઈ, ઘટના CCTVમાં કેદ થઈ ગઈ

કોણ છે આ યુવક : નરોડા વિસ્તારમાં રહેતા મહેન્દ્ર પુરોહિત નામનો યુવક મંગળવારે સાંજના સમયે પોતાના કામથી રખિયાલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રખિયાલમાં મોહમ્મદી મસ્જિદ પાસેથી પસાર થતા સમયે એક ટ્રકને ઓવરટેક કરવા જતા હતો. ત્યાં અચાનક એક્ટિવા સ્લીપ થઈ જતા મહેન્દ્ર નામના સ્કૂટર ચાલક નીચે પટકાતા ટ્રકનો પાછળનો ટાયર માથા પરથી ફરી વળતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો :Mahisagar Accident : લુણાવાડામાં ટેમ્પો ખાઈમાં ખાબક્યો, 5થી વધુ જાનૈયાઓના મોત

ટ્રક ચાલક વાહન મૂકી ફરાર : આ ઘટના બાદ ટ્રક ચાલક ત્યાં જ વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે CCTVના આધારે ગુનો દાખલ કરી ટ્રક ચાલકની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે. આ અંગે ટ્રાફિક ACP ડી.એસ પુનડિયાએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ઘટના અન્વયે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે ટ્રકના નંબરના આધારે તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ CCTV ફૂટેજ ચેક કરીને વિગતો મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અન્ય એક કરુણ અકસ્માત :રાજ્યનામહિસાગરના લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લગ્નમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબક્યો હતો. ટેમ્પોમાં સવાર 5થી વધુ જાનૈયાઓના મૃત્યુ નિપજ્યાં હતા. જેમાં 22થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details