ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Accident : એસજી હાઈવે ફરી બન્યો મોતનો રસ્તો, ઓવરસ્પીડ કાર ચલાવતા પલટી જતાં 3ના મોત - અકસ્માત

અમદાવાદના એસજી હાઈવે પરના ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના પડધા શાંત નથી પડ્યાં, ત્યાં ફરી અકસ્માતનો બનાવ બન્યો છે. કર્ણાવતી ક્લબ પાસેથી વહેલી સવારે પસાર થતી ઓવરસ્પીડ કાર પલટી ગઇ હતી. કારચાલક ઉપરાંત પાંચ યુવકો સવાર હતાં જેમાં 3ના મોત થયાં હતાં.

Ahmedabad Accident : એસજી હાઈવે ફરી બન્યો મોતનો રસ્તો, ઓવરસ્પીડ કાર ચલાવતા પલટી જતાં 3ના મોત
Ahmedabad Accident : એસજી હાઈવે ફરી બન્યો મોતનો રસ્તો, ઓવરસ્પીડ કાર ચલાવતા પલટી જતાં 3ના મોત

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 8:48 PM IST

ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી

અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર ગંભીર અકસ્માત લોકોને ભુલાયો નથી ત્યાં વધુ એક અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે નિકળેલા યુવકે ઓવર સ્પીડમાં કાર ચલાવતા અકસ્માત સર્જાતા કારમાં સવાર 3 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ કારમાં સવાર ચાલક ફરાર થઈ જતા ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ ઘટના અંગે એસ.જી 2 ટ્રાફિક પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. કાર ચાલકને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. એસજી હાઈવે પર વાહન ચાલકો ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા હોય છે. જેઓની અમારી વિનંતી છે કે વાહનો ટ્રાફિકના નિયમો અને સ્પીડ લીમીટમાં ચલાવવું...નીતા દેસાઇ (ડીસીપી,શહેર ટ્રાફિક પોલીસ )

કાર ચાલક ફરાર :અમદાવાદના એસજી હાઈવે પર સવારે સાડા ત્રણ વાગે 6 મિત્રો કર્ણાવતી ક્લબ આગળ નાસ્તો કરી એસજી હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતાં. જે દરમિયાન ઓવર સ્પીડમાં કાર ચાલતી હોવાથી પકવાન આગળ પહોંચતા ગ્રાન્ડ ભગવતી પાસે કાર લાઈટના થાંભલા સાથે અથડાઈ રોડની બીજી તરફ પલ્ટી ખાઈ ગઈ હતી. જે કાર નિમેષ પ્રવીણભાઈ પંચાલ નામનો શખ્સ ચલાવતો હતો. અકસ્માતની ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

પાછલી બેઠકમાં સવાર ત્રણે યુવકના મોત :કાર ચાલકની બાજુમા રાહુલ પ્રજાપતિ તેમજ પાછળ નરેશ પ્રજાપતિ, મિતેષ પ્રજાપતિ, કૌશલ પ્રજાપતિ સવાર હતાં. જેમાંથી નરેશ પ્રજાપતિ, મિતેષ પ્રજાપતિ અને કૌશલ પ્રજાપતિ મૃત્યુ પામ્યા છે. પ્રવીણ પ્રજાપતિ અને રાહુલ પ્રજાપતિને ઈજાઓ થઈ છે. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસની સ્થળ પર પહોંચી હતી.

  1. Bus Accidents : એએમટીએસ બસ અને બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતોની હારમાળા, છેલ્લા 5 મહિનામાં સર્જ્યા આટલા અકસ્માત
  2. ISKCON Bridge Accident Case: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાયા, આવતીકાલે વધુ સુનાવણી
  3. Ahemadabad Accident: આંખના પલકારામાં નીકળી ગઈ કાર, અકસ્માત થયો કેમેરામાં કેદ

ABOUT THE AUTHOR

...view details