અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જુહાપુરાથી અંબર ટાવર ત્રણ રસ્તા પાસે એએમટીએસ બસના ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. બસની બ્રેક ફેલ થઈ જતા રસ્તા પરથી પસાર થતા 3 વાહનોને અડફેટે લેતા એક મહિલાને ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે બસ ચાલક સામે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. મહિલાનું સારવાર દરમ્યાન મોત થતા આ કેસમાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે... નીતા દેસાઈ (ડીસીપી, શહેર પશ્ચિમ ટ્રાફિક)
અંબર ટાવર ત્રણ રસ્તા પાસે અકસ્માત : અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અપાયેલી વિગત અનુસાર અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુહાપુરા ચાર રસ્તાથી સરખેજ સર્કલ તરફ જવાના રસ્તામાં અંબર ટાવર ત્રણ રસ્તા પાસે એક એએમટીએસ બસ ચાલક કનુભાઈ પરમાર પોતાની બસ ચલાવીને પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ બસની બ્રેક ફેલ થઈ જતા ત્રણ રસ્તા ઉપરથી પસાર થતા એક મોટરસાયકલ તેમજ એક્ટિવા અને અન્ય એક વાહન સાથે અકસ્માત થયો હતો.
મહિલાને સારવાર માટે ત્રણ હોસ્પિટલ ફેરવાયાં : જે અકસ્માતમાં એક મહિલાને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થતા પહેલા અંબર ટાવર નજીક ઝહેરા હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જોકેે સઘન સારવાર માટે ત્યાંથી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં અને જે બાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. અન્ય બે અજાણ્યા ઈસમોને સામાન્ય ઇજાઓ તથા ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની તજવીજ :આ મામલે પોલીસને જાણ થતા એએમટીએસ બસના ડ્રાઇવર અને કંડકટરને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. બસને સુરક્ષિત સ્થળે રાખી ટ્રાફિક પોલીસે ઇજા પામનાર મહિલાની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી જોકે તેમનું મોત નીપજ્યું છે.
- Bus Accidents : એએમટીએસ બસ અને બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતોની હારમાળા, છેલ્લા 5 મહિનામાં સર્જ્યા આટલા અકસ્માત
- AMTS Bus Accident: દારૂના નશામાં બેફામ AMTS બસ હંકારી અકસ્માત સર્જનાર બસ ડ્રાઈવરની ધરપકડ
- Ahmedabad accident news : અમદાવાદમાં AMTS બસ અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત નીપજ્યું