ગુજરાત

gujarat

ETV Bharat / state

Accident Case : ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ગમખ્વાર અકસ્માતથી હજારો લોકોના જીવ ગયા, સુરતનો ચોંકાવનારો આંકડો - accident case in india

અમદાવાદના દર્દનાક અકસ્માતને લઈને કોંગ્રેસે છેલ્લા 4 વર્ષના અકસ્માતના ચોંકાવનારા આંકડાઓ આપ્યા છે. કોંગ્રેસની યાદી મુજબ ફક્ત 4 વર્ષમાં ઓવર સ્પીડિંગ અકસ્માતથી 26,553 મૃત્યુ પામ્યા છે. જોકે, આ બધા વચ્ચે સુરત શહેર અકસ્માતમાં મોખરે છે.

Accident Case : ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ગમખ્વાર અકસ્માતથી હજારો લોકોના જીવ ગયા, સુરતનો ચોંકાવનારો આંકડો
Accident Case : ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ગમખ્વાર અકસ્માતથી હજારો લોકોના જીવ ગયા, સુરતનો ચોંકાવનારો આંકડો

By

Published : Jul 21, 2023, 8:47 PM IST

અમદાવાદ : અમદાવાદના SG હાઈવે પર થયેલા અકસ્માતના આખા ગુજરાતમાં પડઘા પડ્યા છે. ત્યારે આ અકસ્માતને લઈને સુરત પોલીસ પણ હવે એકશનમાં આવી છે. અમદાવાદના અકસ્માતમાં એક સાથે 9-10 પરિવારના માળા વેર વિખેર થઈ જતાં સમગ્ર ગુજરાત રોષ ભરાયું હતું. ત્યારે કોંગ્રેસે છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં ઓવર સ્પીડિંગ અકસ્માતથી મૃત્યુના ચોકાવનારા આંકડા આપ્યા છે. સત્તાવાર યાદી અનુસાર ગુજરાતમાં સુરત શહેર અકસ્માતમાં મોખરે હોવાનું સામે આવ્યું છે.

મહાનગરમાં અકસ્માતમાં થયેલ મૃત્યુ આંક

ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્યના ચાર મહાનગરો NCRBના આંકડા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં 18,287 મૃત્યુ થયા છે. અકસ્માતમાં મૃત્યુ આંકમાં સુરત ગુજરાત રાજ્યમાં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં 6760 મૃત્યુ થયા છે. અમદાવાદમાં ત્રણ વર્ષમાં 5495, રાજકોટમાં 3934 અને વડોદરામાં 2098 મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં રોડ સેફ્ટી એક્ટ 2018માં અમલ આવી ગયો છે, છતાં હાલમાં તેનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું નથી. - પાર્થિવરાજસિંહ કઠવાડિયા (કોંગ્રેસ સમિતિના પ્રવકતા)

રાજ્યમાં અકસ્માતના આંકડા :ગુજરાત રાજ્યના રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ ગત વર્ષ 2022માં ઓવર સ્પીડિંગના લીધે નેશનલ હાઇવેમાં અકસ્માતમાં 1991 મૃત્યુ થયા, જ્યારે વર્ષ 2021માં ઓવર સ્પીડિંગમાં 1971, વર્ષ 2020માં 1718 અને વર્ષ 2019માં 1824 મૃત્યુ થયા છે. વર્ષ 2022માં રોંગ સાઇડ ડ્રાઇવિંગના લીધે અકસ્માતથી 62 મૃત્યુ થયા જ્યારે વર્ષ 2021માં 63, વર્ષ 2020માં 63 અને વર્ષ 2019માં 62 મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુનો આંક જોઈએ તો, ઓવર સ્પીડીંગના કારણે વર્ષ 2019માં 6343, વર્ષ 2020માં 5806, વર્ષ 2021માં 7168, વર્ષ 2020માં 7236 અને રોંગ સાઈડ ડ્રાઈવીંગ વર્ષ 2019માં 225, વર્ષ 2020માં 208, વર્ષ 2021માં 203, વર્ષ 2020માં 231 મૃત્યુ થયા છે તેવું કોંગ્રેસનું યાદીમાં જાણવા મળ્યું છે.

ગુજરાતમાં નેશનલ હાઈવે પર થયેલા અકસ્માત

સરકારને શું કરવું જોઈએ તે કોંગ્રેસે કહ્યું : ગુજરાત સરકાર જોડે અમારી માંગ છે કે, ગુજરાતને સ્પીડ મેનેમેન્ટ પ્લાનની તાતી જરૂરિયાત છે. ઈન્ટરસેપ્ટર વાહનો માત્ર નામ પૂરતા દેખાય છે. તેનો પુરતો ઉપયોગ કરવો જોઈએ. સ્પીડ કેમેરા લગાવવા, સ્પીડ લિમિટને ફોલો કરવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો સમાવેશ કરી ટીન એજર અને યુવાનોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ મોનીટરીંગ કરવું જોઈએ. SG હાઇવે અમદાવાદ જેવો કરૂણ અકસ્માત ફરી ન બને તે માટે સરકારે રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા પર કામ કરવું જોઈએ.

  1. Surat News : અમદાવાદ જેવી ઘટના ન બને તે માટે સુરત પોલીસે લગાવ્યા બ્રિજ પર પોસ્ટર, 1.09 લાખ ઓવરસ્પીડ વાહનોના ફોટા પાડ્યા
  2. Ahmedabad Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે આરોપીને સાથે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું, કુલ 7 લોકોની ધરપકડ
  3. Ahmedabad Fatal Accident: ગૃહ પ્રધાને કહ્યું, અકસ્માત કેસમાં SITની રચના કરી તપાસ શશે

ABOUT THE AUTHOR

...view details