અરવલ્લીના મોડાસામાં દોઢેક વર્ષ અગાઉ દારૂના વ્યવસાયમાં પકડાયેલા વ્યક્તિ ત્યારે ભરતસિંહ ઝાલા નામના કોન્સ્ટેબલ સાથે પરિચયમાં આવ્યા હતા. હાલ કેટલાય સમયથી ફરિયાદી દારૂનો વ્યવસાય કરતા નથી. તેમ છતાં ઈંગ્લીશ દારૂના કેસમાં ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપી 2.50 લાખની લાંચની માંગણી કરી હતી. જેની સામે 2 લાખ આપવાનું નક્કી થયું હતું અને ફરિયાદ આરોપી કોન્સ્ટેબલને પૈસા આપવા ગયા હતા.
ગુજરાતમાં એક જ દિવસમાં ACBની 4 ટ્રેપ, કોન્સ્ટેબલ 2 લાખ લઈ ફરાર.. - ગુજરાતમાં ભ્રષ્ટાચાર
અમદાવાદઃ સરકારી અધિકારીઓ કામ કરવા માટે લોકો પાસેથી લાંચ લેતા હોય તેવા અનેક કિસ્સા જોવા મળ્યા છે. ત્યારે ગુજરાત એસીબી પણ સક્રીય થયું છે. એક જ દિવસમા અરવલ્લી, અમરેલી, વલસાડ અને અમદાવાદ એમ અલગ અલગ જિલ્લાઓમાં લાંચ લેતા 4 કેસ નોંધ્યા છે. જેમાંથી અરવલ્લીના કેસમાં 2 લાખની લાંચની રકમ લઈને પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા છે.
પોતાની ગાડીમા અન્ય વ્યક્તિ સાથે આવેલા કોન્સ્ટેબલે 2 લાખની લાંચની રકમ લઈને એસીબીની ટ્રેપ હોવાની શંકા જતા ફરાર થઈ ગયા હતા. જેમની એ.સી.બી શોધખોળ કરી રહી છે.
એક બાજુ અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં આવેલી આંગણીવાડીમાં કામ કરતી મહિલાઓ પાસેથી રેખાબેન જોશી નામના C. D.P. O જે બાબરા તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે. તેમને બારદાન અને ઓડિટના પેટે 8100 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે ફરિયાદીએ 6900 રૂપિયા લાંચ પેટે રેખાબેન નામના આરોપીને આપ્યા હતા. આ લાંચ લેતા સમયે એ.સી.બી.એ ટ્રેપ ગોઠવીને આરોપી મહિલાની ધરપકડ કરી છે.
તો બીજી બાજુ વલસાડ જિલ્લાના સરીગમ ખાતે કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા વ્યક્તિએ વાણિજ્ય બાંધકામ કર્યું હતું. જે માટે ગ્રામપંચાયતના થરાવની જરૂર હતી. તેના માટે અરજી આપી હતી. જે ઠરાવના અવેજ પેટે હંસાબેન કોભિયા નામના સરપંચે 50,000ની લાંચની માંગણી કરી હતી.
જે તેમના વતી તેમના પતિ શૈલેષ કોભિયાએ 50,000 લીધા હતા. તેમને પણ એ.સી.બી.એ લાંચ લેતા ઝડપી લીધા હતા. જો કે હંસાબેન કોભિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં મકાન ખરીદ્યા બાદ મકાનનું ગુજરાત સહકારી મંડળી એકટ હાઉસિંગ સોસાયટીના રજીસ્ટરે નામ ચઢાવવા માટે હસમુખ પટેલ સહકારી મંડળીના એકાઉન્ટન્ટે 5000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ લેતા સમયે એસીબીએ આરોપી હસમુખ પટેલને ઝડપી લીધા હતા.
આમ, એક જ દિવસમાં 4 ટ્રેપ એ.સી.બી.એ સફળ રીતે કરી હતી. પરંતુ જે પ્રમાણે દિવસે ને દિવસે લાંચ રૂશ્વત બ્યુરોમાં કેસ નોંધાય છે તે પરથી સ્પષ્ટ થાય છે કે સરકારી કામ કરાવવા માટે લાંચ ફરજીયાત થઈ છે.