અમદાવાદ:હિંસક મારામારી બાદ ABVPનો લૂલો બચાવ
અમદાવાદ: JNUમાં થયેલી હિંસાનાં મામલે અમદવાદમાં NSUI દ્વારા ABVPના કાર્યાલયે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો. પરંતુ કાર્યક્રમ અગાઉ જ ABVPના કાર્યકરોએ ભેગા થઈને NSUIના કાર્યકરોને લાકડીઓથી માર માર્યો હતો. આ મામલે લૂલો બચાવ કરતા ABVPએ જણાવ્યું હતું કે, સ્વબચાવ માટે ABVPએ NSUIના કાર્યકરોને માર્યા હતા.
ABVPના મીડિયા કન્વીનર સામર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, NSUI દ્વારા 3 દિવસથી ABVPના કાર્યાલયની રેકી કરવામાં આવી હતી અને આજે NSUIના કાર્યકરો વિરોધના બહાને મારામારી કરવા જ આવ્યા હતા. માટે અમદાવાદમાં પણ JNU જેવી ઘટના બને નહીં તે માટે ABVPના કાર્યકરોએ NSUIના કાર્યકરોને સ્વબચાવમાં માર્યા હતા. ABVPના જણાવ્યા મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ NSUIના કાર્યકરો ABVPના કાર્યાલય પર પત્થરમારો કર્યો હતો. જોકે આ મામલે કોઈ પુરાવા ABVP દ્વારા આપવામાં નહીં આવતા આ વાતમાં કોઈ તથ્ય જણાયું નહોતું.