- ગળે ફાંસો ખાઈ આપઘાત કરનારો યુવક મામાની સાથે વણોદ રહેતો હતો
- વણોદ આલમપુર રોડ પર આવેલી વાડીમાંથી મળ્યો મૃતદેહ
- દસાડા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
અમદાવાદઃ પાટડી તાલુકાના વણોદના યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત - દસાડા પોલીસ સ્ટેશન
વિરમગામમાં એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા ઘણા સમયથી મામાની સાથે વણોદ ગામે રહેતા હતા. તેઓ રાત્રિના સમયે ઘરેથી કહ્યા વગર જતા રહેતા ઘરના લોકોએ શોધખોળ હાથ ધરી હતી. છેવટે ખબર પડી કે તેમણે આપઘાત કરી લીધો છે.

વિરમગામઃ દસાડા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વણોદ ગામે રહેતા અનુપસિંહ વાઘેલાનો ભાણો જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉં.વ.23, બનાસકાંઠા) ઘણા સમયથી મામાની સાથે વણોદ રહેતા હતા. તેઓ રાત્રે ઘરેથી કહ્યા વગર જતા રહેતા પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. બીજે દિવસે સવારે વણોદ આલમપુરા રોડ ઉપર આવેલી વાડીમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક મૃતદેહ લટકતો હતો. આની જાણ દસાડા પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ તેને પીએમ માટે મોકલી હતી. ત્યારબાદ જાણ થઈ હતી કે આ મૃતદેહ તો જયપાલસિંહનો હતો, જેમણે આપઘાત કરી લીધો હતો.