અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં રઘુકુલ સોસાયટીમાં પાણીના કનેકશનને લઈને બે ફ્લેટના રહીશો વચ્ચે બોલાચાલી થઇ હતી. તે દરમિયાન નીચેના ફ્લેટમાં રહેતો દક્ષેશ નામનો યુવક પરના ફ્લેટના રહેતા મિત નામના યુવકને ગાળ ન બોલવા માટે જણાવવા ગયો હતો. તે દરમિયાનમાં મિતની બહેન અને તેના બનેવી પણ ઘરે હાજર હતા અને મિતની બહેને અચાનક જ દક્ષેશ નામના યુવક પર લોખંડી પદાર્થ વડે હુમલો કર્યો હતો.
અમદાવાદ: પાણીના કનેક્શન બાબતે યુવતીએ તેના પતિ અને ભાઈ સાથે મળી યુવક પર કર્યો હુમલો - Issue of water connection in raghukul society
અમદાવાદ શહેરમાં પાણીના કનેક્શન માટે એક જ ફ્લેટના રહીશો વચ્ચે બોલાચાલી થઇ હતી. તે દરમિયાન અચાનક જ એક યુવતીએ તેના પતિ અને ભાઈ સાથે મળી સામે વાળા યુવકના માથામાં લોખંડી પદાર્થ વડે હુમલો કર્યો હતો. જેમાં યુવક ઘાયલ થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદ: પાણીના કનેક્શન બાબતે યુવતીએ તેના પતિ અને ભાઈ સાથે મળી યુવક પર કર્યો હુમલો
હુમલામાં દક્ષેશ નામનો યુવક ઘાયલ થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.