ગુજરાત

gujarat

અમદાવાદ શહેરમાંથી એક મહિના બાદ અર્ધલશ્કરી દળ પરત ખેંચાયું

કોરોના વાઈરસના પગલે રાખવામાં આવેલા લોકડાઉનને લઈને શહેરના કોટ વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા તથા કોઈ અરાજકતા સર્જાય નહીં તે માટે અર્ધલશ્કરી દળ તૈનાત કરવામાં આવ્યું હતું. જેને એક મહિનાથી પણ વધુ સમય વિત્યા બાદ હવે આ દળ પાછું ખેંચવામાં આવ્યું છે.

By

Published : Jun 2, 2020, 11:53 AM IST

Published : Jun 2, 2020, 11:53 AM IST

Updated : Jun 2, 2020, 3:33 PM IST

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદ: શહેરના કોટ વિસ્તારોમાં એક મહિના કરતા વધુ સમયગાળા દરમિયાન BSF, CRPF, SRP તથા અર્ધલશ્કરી દળની અલગ-અલગ ટુકડી તૈનાત કરવામાં આવી હતી. આ તમામ ટુકડીઓ હવે એક મહિના કતાં વધુ સમય બાદ તેને પરત ખેંચવામાં આવી છે.

આ તમામ અર્ધલશ્કરી દળની ટુકડીઓ તેમના કેમ્પ તરફ પાછી વળી છે. હવે શહેરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. અનલોક-1 બાદ હવે લોકોએ જાતે જ જાગૃતતા દાખવી કોરોનાથી પોતાનું રક્ષણ કરવું પડશે. લોકોએ સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી કોરોના સાથે લડવું પડશે.

Last Updated : Jun 2, 2020, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details