વિશ્વ હિન્દુ પરિષદ અમદાવાદ ખાતેના કાર્યાલયે નિ:શુલ્ક ચિકિત્સાલય ખોલશે - vijayshankar tivari
અમદાવાદઃવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધાર્મિક ,સામાજિક અને શૈક્ષણિક કામો પણ થઈ રહ્યા છે ત્યારે દેશમાં સ્વાસ્થ્યની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં પણ ચિકિત્સાલય ખોલવામાં આવશે જેમાં નાગરિકોને નિઃશુલ્ક સ્વાસ્થ્યની સેવા આપવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિજયશંકર તિવારીએ જણાવ્યું હતું કે પહેલાનો સમયમાં 80 ટકા લોકો સ્વસ્થ હતા અને 20 ટકા લોકો બીમાર રહેતા હતા ત્યારે હવે 20 ટકા લોકો જ સ્વસ્થ છે અને 80 ટકા લોકો બીમાર રહે છે દેશમાં દર બાર હજાર માણસ પર એક ડૉક્ટર સરેરાશ છે જ્યારે w.h.o. ના માર્ગદર્શન પ્રમાણે 1200 માણસોએ એક ડૉક્ટરની જરૂરિયાત છે. માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યાલયમાં જ ચિકિત્સાલય ખોલવામાં આવશે. જેમાં લોકોને નિ:શુલ્ક સ્વાસ્થ્યની સેવા આપવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગ દ્વારા આ કાર્ય કરવામાં આવશે. જેમાં દરેક સપ્તાહમાં શુક્રવારે કેન્દ્ર લોકો માટે ચાલુ રહેશે અને આયુર્વેદિક ઔષધી દ્વારા ઈલાજ કરવામાં આવશે.