ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Civil Hospital : 9 મહિનાના બાળકે LED બલ્બ ગળી લીધો, સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ આપ્યું જીવનદાન - એનેસ્થેસ્થિયા

અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો તેમની પ્રતિભા માટે જાણીતા છે. ત્યારે આજે ફરી એકવાર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ નવ મહિનાના બાળકના પેટમાંથી સર્જરી કરી LED બલ્બ કાઢ્યો હતો. ઉલ્લેખનિય છે કે, રતલામનું માત્ર નવ મહિનાનું બાળક રમકડાનો મોબાઇલ રમતા-રમતા LED બલ્બ ગળી ગયું હતું.

Ahmedabad Civil Hospital
Ahmedabad Civil Hospital

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 9:21 PM IST

9 મહિનાના બાળકે LED બલ્બ ગળી લીધો

અમદાવાદ :બાળકોના ઉછેરમાં માતા-પિતા અથવા વાલીએ ખૂબ જ તકેદારી રાખવાની જરુર છે. બાળકને જ્યારે દાંત આવતા હોય તેવા કિસ્સામાં ખાસ કરીને બાળક જે વસ્તુ હાથમાં આવે તે મોઢામાં નાખતા હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો સમક્ષ આવો જ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો. મધ્યપ્રદેશના રતલામનું માત્ર નવ મહિનાનું બાળક રમકડાનો મોબાઈલ રમતા-રમતા LED બલ્બ ગળી ગયું હતું.

ચોંકાવનારો કેસ :ડોક્ટરના જણાવ્યા અનુસાર નવ મહિનાનું બાળક નાનો LED બલ્બ ગળી ગયું હતું. જેના કારણે શ્વાસોશ્વાસમાં તકલીફ વધતા તેણે સ્થાનિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. અચાનક શ્વાસોશ્વાસ વધવાથી તેનો X-Ray કરાવામાં આવ્યો હતો. ત્યારે તેના જમણાં ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું દેખાઇ આવ્યું હતું. જે ફક્ત સર્જરી કરીને જ બહાર કાઢવું શક્ય હતું. જેથી રતલામના તબીબોએ આ બાળકને બાળરોગ સર્જરીના નિષ્ણાત તબીબ પાસે લઈ જવા કહ્યું હતું.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ આપ્યું જીવનદાન

એક્સ-રેમાં દેખાયો LED બલ્બ : આ બાળકના પિતા હસરત અલીના એક મિત્ર અમદાવાદમાં રહે છે. તેમને જ્યારે આ ઘટનાની જાણ થઇ ત્યારે તેઓએ સત્વરે બાળકને લઈને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવા જણાવ્યું હતું. આથી બાળકના માતા-પિતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ બાળકનું ફરી વખત એક્સ-રે કર્યું હતું. ત્યારે તેના ફેફસામાં પીન આકારનું ફોરેન બોડી દેખાયું હતું.

ખૂબ જ સોજો અને વધારે પડતો રક્તસ્ત્રાવ હોવાથી પહેલો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. ચાર દિવસ પછી બીજો પ્રયત્ન કરવામાં આવ્યો અને બીજા પ્રયત્નમાં સફળતા મળી હતી. બીજા પ્રયત્નમાં ફોરેન બોડી એક LED બલ્બ હોવાનું જણાયું હતું, જે ફોટોમાં જોઈ શકાય છે. નાના બાળકોથી ટાંકણી, સોંય, સિક્કા, જેવા પદાર્થો દૂર રાખવાની સલાહ રાજ્યના દરેક માતા-પિતા અને વાલીઓને આપી છે. --ડૉ. રાકેશ જોશી (સુપ્રીટેન્ડન્ટ, બાળરોગ સર્જરી વિભાગ-સિવિલ હોસ્પિટલ)

સફળ સર્જરી :આ ફોરેન બોડીના સચોટ નિદાન માટે બાળકની બ્રોકોસ્કોપી એટલે કે, દૂરબીન વડે ફેફસાની તપાસ કરવામાં આવી હતી. જેમાં શ્વાસનળીની અંદર ફોરેન બોડી દેખાઈ પરંતુ એને પકડી શકાય તેમ હતું નહીં. ફોરેન બોડી એક LED બલ્બ હોવાનું જણાયું હતું, જે ફોટોમાં જોઈ શકાય છે. આ ફોટોમાં જોવા મળ્યું કે, એક રમકડાનો મોબાઇલ જેમાં એન્ટીના જેવું જે દેખાય છે, જ્યાં લાઈટ થતી હોય છે. બાળકે રમતા રમતા લાઈટનો છેડો તોડી દીધો હશે અને પછી મોઢામાં નાખવાથી એ LED બલ્બ એની શ્વાસનળીમાં ઉતરી ગયો હોવાનું અનુમાન છે.

પરિવારની ખુશી :બાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી અને ડૉ. કલ્પેશની ટીમ દ્વારા ભારે જહેમતના અંતે સર્જરી કરીને LED બલ્બ કાઢી નાખવામાં આવ્યો હતો. ડોક્ટર ભાવના અને ડોક્ટર નમ્રતાની ટીમે એનેસ્થેસ્થિયા આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આખરે સર્જરી બાદ આ પરિવાર ખુશ થઈને મધ્યપ્રદેશ પાછો ગયો હતો. બાળક હાલ એકદમ સ્વસ્થ છે.

  1. Thalassemia : અમદાવાદમાં 600 બાળકો થેલેસીમિયા મેજર જન્મતાં અટકાવાયાં, જાણો થેલેસેમિયા મેજર બાળ જન્મ અટકાવતો પાયલોટ પ્રોજેક્ટ વિશે
  2. Ahmedabad Conjunctivitis Case : શહેરમાં કન્જક્ટીવાઈટીસના કેસનો રાફડો ફાટ્યો, એક સપ્તાહમાં 35 હજાર કેસ

ABOUT THE AUTHOR

...view details