ગુજરાત

gujarat

By

Published : Oct 25, 2019, 8:26 PM IST

ETV Bharat / state

ગૃહપ્રધાન અમિત શાહ AMCના 800 કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે

અમદાવાદઃ શહેર ઉત્તરોત્તર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે વિકાસની સાથે દિન પ્રતિદિન અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે ઓવરબ્રિજના ભાગરૂપે પાલડી જંકશનથી વાસણા સુધી શહેરનો સૌથી લાંબો ફોરલેન ફ્લાયઓવર બ્રિજ 99 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો છે. આ બ્રિજની લંબાઈ 1.21 કિમિ છે. તેનું ખાતમુહૂર્ત ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે AMCના 800 કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ

ઔડા દ્વારા સરદાર પટેલ રિંગરોડ પરના ટ્રાફિકને ઘટાડવા સાયન્સ સીટી જંકશન પર73.38 કરોડના ખર્ચે 6લેન ફ્લાયઓવર બ્રિજ તેમજ ઝુંડાલ સર્કલ પર60.99 કરોડના ખર્ચે6 લેન ઓવર બ્રિજ બનાવવામાં આવનાર છે. જેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે AMCના 800 કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ

આ સાથે400 કરોડના ખર્ચે 4મલ્ટી લેવલ પાર્કિંગ પ્રહલાદનાગર, સિંધુભવન રોડ, રિવરફ્રન્ટ તથા દાનપીઠ ખાતે બનવાનું આયોજન હાથ ધરેલ છે.

આ ઉપરાંત ચંદલોડીયા વોર્ડમાં અંદાજે60.85 કરોડના ખર્ચે 136નંગ કાર પાર્કિંગ તથા 132નંગ ટુ વિલર પાર્કિંગના મલ્ટી લેવલ પાર્કિંગનું આયોજન હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details