ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં CAAના સમર્થનમાં 5.70 લાખ પોસ્ટકાર્ડ લખાયા - ગીનીઝ બુક ઓફ ઇન્ડિયા

અમદાવાદઃ દેશભરમાં CAA અને NRCનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે, અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીયપ્રમુખ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં શનિવારે નારણપુરા વોર્ડના હજારથી વધુ કાર્યકર્તાઓએ મિસકોલ મારી અને 5.70 લાખ પોસ્ટકાર્ડ લખી CAA-NRCને સમર્થન પૂરું પાડ્યું છે.

home minister amit shah
ગૃહપ્રધાન અમિત શાહ
author img

By

Published : Jan 12, 2020, 3:17 AM IST

અમિત શાહની હાજરીમાં 5 લાખથી વધુ પોસ્ટકાર્ડથી લખેલું CAA પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રજૂ કરાયેલા પોસ્ટકાર્ડ વડાપ્રધાન મોદીને મોકલવામાં આવશે. વોર્ડ 1 થકી આટલા બધા પોસ્ટકાર્ડ રજૂ કરવા બદલ નારણપુરા વોર્ડનું નામ ગીનીઝ બુક ઓફ ઇન્ડિયામાં રેકોર્ડ કરવામાં આવ્યું છે. અમિત શાહે કાર્યક્રમની હાજરીમાં કાર્યકર્તાઓને 30મી જાન્યુઆરી સુધીમાં સૌથી વધુ CAAના સમર્થનમાં મિસકોલ કરવાનો આદેશ કર્યો છે.

અમદાવાદમાં ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં CAAના સમર્થનમાં 5.70 લાખ પોસ્ટકાર્ડ લખાયા

ભાજપ સરકારની સિદ્ધિઓ દર્શાવતા અમિત શાહે જણાવ્યું કે, આઝાદી પછી કોઈ દેશે પાકિસ્તાનને સબક શીખવાડ્યું છે એ ભાજપની મોદી સરકાર છે. 2019માં મોદી સરકારે કાશ્મીરમાં કલમ 370, ટ્રિપલ તલાક, અને CAA કાયદો લાવી લોકોના હિતોનું કાર્ય કર્યું છે. CAA-NRCથી લોકોની નાગરિકતા જતી નથી. પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, સહિતના દેશમાં ધાર્મિક ઉતપીડિત વર્ગને નાગરિકતા આપવાનો છે.

ABOUT THE AUTHOR

...view details