- રાત્રી કરફ્યૂમાં પોલીસની કામગીરી
- 3244 લોકો ગુના નોંધ્યા
- 3416 લોકોની ધરપકડ કરાઈ
અમદાવાદ : 2 અઠવાડિયાના રાત્રી કરફ્યૂમાં 3416 લોકો ઝડપાયા - અમદાવાદ પોલીસ
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા 4 મહાનગરોમાં રાત્રી કરફ્યૂ રાખવામાં આવ્યું છે, ત્યારે 2 અઠવાડિયામાં રાત્રી કરફ્યૂ દરમિયાન પોલીસ સ્ટેન્ડ બાય રહી છે. જેમાં જાહેરનામા ભંગ બદલ 3244 ગુના નોંધીને 3416 લોકોની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ : 2 અઠવાડિયાના રાત્રી કરફ્યુમાં 3416 લોકો ઝડપાયા
અમદાવાદ : કોરોનાના કેસ વધતા કેસ પર કાબુ મેળવવા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રાત્રી કરફ્યૂ પણ રાખવામાં આવ્યું હતું. ત્યારે રાત્રી કરફ્યૂનું પોલીસ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે રાત્રી કરફ્યૂમાં બિન જરૂરી બહાર નીકળતા 3244 ગુના નોંધીને 3416 લોકોની ધરપકડ કરી હતી.
માસ્ક માટે પણ પોલીસની સતત ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં માસ્ક નહીં પહેરનારા વિરુદ્ધ કાર્યવાહી કરીને 1000 દંડ વસૂલવામાં આવી રહ્યો છે, ત્યારે 2 અઠવાડિયામાં 25299 લોકોએ માસ્ક નહોતા પહેર્યા. જેમના વિરુદ્ધ 2,52,99,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
6 દિવસમાં 239 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ
કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ પોલીસના 14,000 પોલીસ જવાનોના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં RT- PCR ટેસ્ટ દરમિયાન માત્ર 6 દિવસમાં 239 પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં કેટલાંકને હોમ ક્વોરેન્ટાઇન તથા સમરસ હોસ્ટેલમાં દાખલ તથા SVP હોસ્પિટલમાં પણ પોલીસકર્મીઓને દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ ઘટે નહીં તથા કેસ કાબુમાં ના આવે ત્યાં સુધી રાત્રી કરફ્યૂ યથાવત રહેશે. પોલીસ દ્વારા ચુસ્તપણે રાત્રીના 9 થી સવારના 6 સુધી કરફ્યૂનું પાલન કરવામાં આવી રહ્યું છે.
Last Updated : Dec 7, 2020, 11:01 PM IST