ગુજરાત

gujarat

ETV Bharat / state

મેગાસિટીમાં યુવાનોના પરસેવા છૂટ્યા, 31stને લઈને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે પોલીસ મેદાને

અમદાવાદ શહેરમાં હાલ રોડ પર પસાર થતા (Drugs Testing Kit Police Checking) યુવાનોના પરસેવા છુટવા લાગ્યા છે. કારણ કે, 31stને લઈને અમદાવાદ પોલીસે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ દ્વારા રેન્ડમ શંકાસ્પદ વાહનચાલક રોકીને તપાસ કરવાનું ચાલુ કરી દીધું છે. (Ahmedabad Police Checking Drugs Testing)

મેગાસિટીમાં યુવાનોના પરસેવા છૂટ્યા, 31stને લઈને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે પોલીસ મેદાને
મેગાસિટીમાં યુવાનોના પરસેવા છૂટ્યા, 31stને લઈને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે પોલીસ મેદાને

By

Published : Dec 31, 2022, 9:58 PM IST

31stને લઈને શહેર SOG ટીમે ડ્રગ ટેસ્ટિંગ કીટ સાથે કર્યું ચેકીંગ

અમદાવાદ : 31st ને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ (Ahmedabad Crime News) અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. ખાસ કરીને યુવા વર્ગમાં પાર્ટી માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે, તેવામાં અમુક યુવાનો દારૂ અને ડ્રગ્સ જેવા (Drugs Testing Kit Police Checking) બધાણના રવાડે ચડી જતા હોય છે. જેને લઇને શહેર SOG ક્રાઇમ દ્વારા રિવરફ્રન્ટ પર ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ (Police Drugs Testing Kit) દ્વારા રેન્ડમ લોકોને તપાસવામાં આવ્યા હતા. જે પણ યુવાનો અથવા તો પસાર થતા વાહનચાલકો શંકાસ્પદ જણાય તેઓને રોકીને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ થકી ચેક કરવામાં આવ્યા હતા. આ જ પ્રકારે એસ.જી હાઇવે અને સિંધુભવન રોડ ઉપર પણ ડ્રગ ટેસ્ટિંગ કીટ તેમજ બ્રિથ એનલાઈઝર દ્વારા દારૂ અને ડ્રગ્સના નશામાં ચૂર યુવાનોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. (Drugs Testing Kit Police Checking in Ahmedabad)

આ પણ વાંચોઃદૂધના પૈસા ન આપતા સગર્ભા મહિલા સાથે મારપીટ, અજાત બાળકનું મોત

સરહદ સ્પર્શ કરતા જિલ્લામાં એલર્ટઃગુજરાતને અડીને આવેલા બીજા રાજ્યને જોડતી સરહદ અને ગુજરાતમાં પ્રવેશતા એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને અંબાજી, રતનપર અને દમણ બાજુથી અંદર ગુજરાત બાજું આવતા રસ્તાઓ તેમજ હાઈવે પર ચેકપોસ્ટ ઊભી કરીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના મહાનગર એવા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના દરેક એન્ટ્રી પોઈન્ટ પર છેલ્લા ચાર દિવસથી પોલીસ ચેકિંગ રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાત્રીના સમયે પસાર થતા દરેક નાના મોટા વાહનને તપાસવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃપતિ સામે મારઝૂડ અને અત્યાચાર ગુજાર્યાની એક જ દિવસમાં ત્રણ ફરિયાદ

ટીમ સ્ટેન્ડ ટુઃજોકે, હકીકત એવી પણ છે કે, ગુજરાતમાં કાગળ દારૂબંધી છે. ખાસ કરીને 31મી ડિસેમ્બર નજીક આવતા પોલીસની ટીમ સ્ટેન્ડ ટુ રહે છે. જ્યારે બાકીના દિવસોમાં મોટા જથ્થામાં પકડાઈ આવતા દારૂના સ્ટોકને લઈને આવી કામગીરીથી પોલીસના આવા દૂધના ઊભરા જેવા એક્શન મોડ સામે કેટલાક પ્રશ્નો લોકોમાં ચર્ચાય રહ્યા છે. નવા વર્ષને કરવા માટે અમદાવાદના એસજી હાઇવેના સિંધુભવન રોડ અને સીજી રોડ પર ઉમટી પડે છે. જેમાં પીધેલા ન આવે માટે પોલીસે ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details