અમદાવાદ : 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટને (2008 Ahmedabad Serial Blast) ગુજરાત આજે પણ ભૂલી શક્યું નથી. શ્રેણીબદ્ધ થયેલા ધડાકામાં અનેક માસુમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સિરિયલ બ્લાસ્ટ 2008ના કેસમાં એક આરોપી (Accused of Serial Blast) તાજનો સાક્ષી બન્યો હતો. આરોપી સૈયદે તાજના સાક્ષી બનીને જુબાની આપી હતી. અને આ કેસમાં મહત્વની સાબિત થઈ છે.
20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા
26 જાન્યુઆરી 2008ના રોજ બનેલી સિરિયલ બ્લાસ્ટની ઘટનામાં અમદાવાદમાં અલગ-અલગ 20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. આ સિરિયલ બ્લાસ્ટમાં લોકોના મોત (Death in a Serial Blast) અને 244 લોકો ઘાયલ થયા હતા. જ્યારે આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. છેલ્લા 14 વર્ષથી આરોપીઓને સજા આપવા માટે કાયદાકીય લડત ચાલી રહી છે. આટલી લાંબી લડત બાદ 1મી ફેબ્રુઆરીએ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટ ચુકાદો આવે એવી સંભાવના હતી. પરંતુએ પહેલા સ્પેશિયલ કોર્ટના જજ અમિત પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચુકાદો (Ahmedabad 2008 Serial Blast Verdict) મોકૂફ રાખવામાં આવ્યો છે