અમદાવાદ : કેન્દ્ર સરકારે અગાઉ 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 2000ની ચલણી નવી નોટો બહાર પાડીને નવી કરન્સી રૂપે બજારમાં મૂકી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા ચલણી નોટને ઓક્ટોબર મહિના સુધી ચલણ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારબાદ કેન્દ્ર સરકાર હવે થોડા સમય નવી ચલણી નોટો બહાર પાડે તેવુ લાગી નથી રહ્યું.. ત્યારે લોકો માટે 2000ની સ્વીકાર કરવાનો નિર્ણય ટ્રોલ ડીઝલ એસોસિયેશનના પ્રમુખે કર્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારત સરકાર તરફથી 2000ની નોટ માટે 19 મે 2023થી જે સૂચના આપવામાં આવી છે તે અમે સમર્થન આપીએ છીએ. અમારા રાજ્યના તમામ પેટ્રોલ પંપ ડીલરો અમારા ત્યાં ગ્રાહક પેટ્રોલ, ડીઝલ, લુબ્રિકેટિંગ ઓઇલ, સીએનજી વગેરે ખરીદવા આવશે અને જો 2000 રૂપિયાની નોટ આપશે તો તે અમે સહસ સ્વીકારીશું. - અરવિંદ ઠક્કર (પેટ્રોલ ડીઝલ એસોસિયેશનના પ્રમુખ)
અમુક પેટ્રોલ પંપ પર બોર્ડ લાગ્યા :ઉલ્લેખનીય છે કે, 2000ની ચલણી નોટ આગામી ઓક્ટોબર માસ સુધી જ ચલણમાં માન્ય ગણાશે, ત્યારે મોટાભાગના લોકો પોતાની પાસે રહેલી 2000ની નોટને અન્ય વસ્તુ ખરીદીને તેનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને 2000 ચલણી નોટ વટાવી રહ્યા છે. ત્યારે અમુક લોકો ઈલેક્ટ્રીક વસ્તુ કે સોના ચાંદી ખરીદી કરીને 2000ની નોટનો ઉપયોગ કરી રહ્યા છે.