ગુજરાત

gujarat

ETV Bharat / state

મોટી દીકરીના પ્રેમલગ્નએ નાની દીકરીનું જીવન બગાડ્યું, અભયમની ટીમે પરિવારોને છિન્ન- ભિન્ન થતા બચાવ્યો - Ahmedabad 181 Abhayam team

મહિલાઓની રક્ષા માટે અભયમ 181 મહિલા હેલ્પલાઇન (Abhayam 181 Women Helpline) સદૈવ ખડેપગે રહી છે. અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં એક બહેન આત્મહત્યા કરવા ગયા હતા. આ મહિલાને અભયમ 181 ટીમ દ્વારા આત્મહત્યા કરતી અટકાવીને આ અમૂલ્ય જિંદગીનો અહેસાસ કરાવ્યો હતો.

મોટી દીકરીના પ્રેમલગ્નએ નાની દીકરીનું જીવન બગાડ્યું, અભયમની ટીમે પરિવારોને છિન્ન- ભિન્ન થતા બચાવ્યો
મોટી દીકરીના પ્રેમલગ્નએ નાની દીકરીનું જીવન બગાડ્યું, અભયમની ટીમે પરિવારોને છિન્ન- ભિન્ન થતા બચાવ્યો

By

Published : May 30, 2022, 9:02 PM IST

અમદાવાદઃમહિલાઓની રક્ષા માટે અભયમ 181 મહિલા હેલ્પલાઇન (181 Abhayam team)સદૈવ ખડેપગે રહી છે. સાથો સાથ સ્વજનો પરિવાર અને જીવનનું મહત્વ સમજાવીને અનેક પરિવારોને છિન્ન- ભિન્ન થતા બચાવી લીધા છે, જેનું વધુ એક ઉદાહરણ અમદાવાદની અભયમ 181 ટીમે પૂરું પાડ્યું છે. અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાંથી (Riverfront of Ahmedabad )181 અભયમ ટીમ પર અચાનક એક કોલ આવે છે.

પરિવારોને છિન્ન- ભિન્ન થતા બચાવી લીધો -આ કોલમાં એક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવે છે કે, એક બહેન આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમે તેમને અટકાવી રાખ્યા છે. તાત્કાલિક એક ગાડી મોકલી આપો અને 181 અભયમની ટીમ (Abhayam 181 Women Helpline) તાત્કાલિક સ્થળ પર પહોંચી જાય છે. મિત્તલબહેન ( નામ બદલ્યું છે ) જે 17 વર્ષની ઉંમર ધરાવે છે તેઓ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપરથી પાણીમાં કૂદવાનો પ્રયત્ન કરતાં આજુ - બાજુના વ્યક્તિએ જોતાં તેમને આત્મહત્યા કરવા જતા પહેલા જ અટકાવી દઇને તાત્કાલિક અભયમ 181ને કોલ કરી દીધો હતો.

આ પણ વાંચોઃઅરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમે મહિલાને મોતના મુખમાંથી બચાવી

આત્મહત્યા કરવા જતા પહેલા જ અટકાવી -અભયમ 181 ની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ આ બહેનને તેમને સોંપવામાં આવ્યા હતા. અભયમ 181 ટીમ દ્વારા મિત્તલબહેન સાથે વાત કરવામાં આવી અને તેમનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તેઓ તેમના પરિવાર સાથે અમદાવાદમાં જ રહે છે. મિતલ બહેનને અગાઉ એક બહેન હતી જેને પરિવારની મરજી વિરુદ્ધ લવ મેરેજ કર્યા છે જેના કારણે પોતાના પરિવાર તરફથી મિત્તલ બહેનને પણ બધી જ વાતમાં બાંધવામાં આવતા અને દબાણથી તેમના ઘરમાં જ રાખવામાં આવતા હતા. આ દરમિયાન મિતલબહેનને એક છોકરા સાથે ફ્રેન્ડશીપ થઈ હતી જેની ઘરમાં ખબર પડી ગઈ હતી. જેના કારણે તેમની પાસેથી ફોન લઈ લેવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારની મિત્રતા ન રાખવાની કડક સૂચના પરિવાર તરફથી ફરમાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃમોરબી 181 ટીમ ઘરમાંથી કાઢી મુકાયેલા નિરાધાર મહિલાની વ્હારે આવી

181 ટીમ દ્વારા સમજાવવામાં આવ્યા -આ વાતને બે વર્ષથી વધુનો સમય પણ થયો છે. હાલમાં મિતલબહેન પ્રાઇવેટ કંપનીમાં નોકરી જાય છે જેથી ઘરમાં તેમણે ફોન લેવાની વાત કરી હતી. પરંતુ આ ફોન લેવાની બાબતે ઘરમાં ઝઘડા થયા અને ફોન લેવાની પરિવારે ના પાડી જેનું મિત્તલ બહેનને ખોટું લાગ્યું હતું. મિતલબહેનને આ બધી વાત સહન ન થતાં રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા ગયા હતા. અહીં 181 ટીમ દ્વારા મિતલબહેનનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ આત્મહત્યા જેવું પગલું ભરશે નહીં એ વાત અભયમ ટીમ દ્વારા બહેનને સમજાવવામાં આવી હતી. આ સાથો - સાથ મિત્તલબહેનના પરિવારને પણ 181 ટીમ દ્વારા સમજાવવામાં આવ્યા હતા કે તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવામાં આવે અને મિતલબહેન પર વિશ્વાસ રાખે. અંતમાં 181 ટીમ દ્વારા મિત્તલબહેનને તેમના પરિવાર સાથે સહીસલામત પાછા મોકલવામાં આવ્યા છે. આમ ગુજરાતની અભયમ 181 ટીમ દ્વારા વધુ એકવાર એક મહિલાને આત્મહત્યા કરતી અટકાવીને આ મહિલાને અમૂલ્ય જિંદગીનો અહેસાસ કરાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details