પોલીસે મૃતક મહિલાના પિયરિયાની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે, સાસરિયા પક્ષના લોકો છેલ્લા કેટલાક દિવસોથી તેમની દીકરીને હેરાન કરતા હતા, તેમજ ટોણા મારતા હતા. આ વાતથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે સાસરિયા પક્ષ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. ભૂમિ, લગ્ન બાદ તેના પતિ સાથે અમદાવાદના નવા નરોડામાં આવેલા શુકન ફ્લેટમાં રહેતી હતી. ભૂમિનો પતિ સૌરીન ઓઢવમાં ટુલ્સના વેપારી છે. શનિવારની રાત્રે તેની માતાને ફોન આવ્યો હતો કે, તેમની દીકરીએ આપઘાત કર્યો છે. જેથી તેઓ અમદાવાદ તેમની દીકરીના ઘરે પહોંચ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરતાં કૃષ્ણનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સાસરિયાઓના ત્રાસથી પરિણીતાએ આપઘાત કરતા ચકચાર - અમદાવાદ તાજા ન્યુઝ
અમદાવાદ: કૃષ્ણનગરમાં વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો છે.
સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત
મૃતકના પિતા કેટલાક વર્ષો સુધી ઘરેથી લાપતા થયા હતા. આથી સાસરિયાના લોકો તેને 'બાપ વગર'ની કહીને ટોણા મારી કરિયાવરમાં કંઈ ન લાવી હોવાની કહીને તેની સાથ ઝઘડો કરતા હતા. થોડા સમય અગાઉ ભૂમિને વળગાડ હોવાનું કહી મહેસાણા ખાતેના પીપળદર ગામમાં લઇ જઇને ત્યાં ગામ વચ્ચે ભૂવા ધૂણાવી દોરાધાગા કર્યા હતા. તેના આપઘાત મામલે કૃષ્ણનગર પોલીસે આરોપીઓ સામે IPC 306, 498(ક), 323 અને 114 મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.