અમદાવાદ: કોવિડ-19ની સામે લડનારા કોરોના વોરીયર્સને આવકારવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા "હું પણ કોરોના વોરિયર્સ" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેનો મંગળવારે છેલ્લો દિવસ છે, ત્યારે NCC કેડેટ્સે દેશપ્રેમ અને સમાજસેવાના જુસ્સા સાથે ગરમી અને ભૂખની ચિંતા કર્યા વગર રાષ્ટ્ર વ્યાપી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોને કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે માટે મહત્વનું બીડું હાથ ધર્યું હતું.
અમદાવાદમાં NCC વોરિયર્સ બન્યા કોરોના વોરિયર્સ, કેડેટ્સે 4500 માસ્ક બનાવી કહ્યુ઼ં ‘અમે પણ કોરોના વોરિયર’ - અમદાવાદમાં NCC વોરીયર્સ બન્યા કોરોના વોરિયર્સ
વર્તમાન સમયમાં કોરોના મહામારીને નાથવામાં દેશભરમાં લોક ડાઉનનો અમલ થઈ રહ્યો છે. ત્યારે ડોક્ટર્સ, પોલીસ, પત્રકારો, સામાજિક સેવાકર્મી, સ્વાસ્થ્યકર્મીઓ વગેરેને કોરોના વોરિયર્સ પોતાની સેવા બજાવી રહ્યા છે. આ બધા વચ્ચે મૌન રહીને સ્વેચ્છાએ દેશ સેવામાં અમદાવાદ એનસીસી કેડેટ્સ પોતાનું પણ મહત્વનું યોગદાન આપ્યું છે. સમગ્ર રાજ્યમાં 21 થી 27 મે દરમિયાન ચાલેલા આ અભિયાનના છેલ્લા દિવસે અમદાવાદના NCC ગ્રુપ દ્વારા 4500 જેટલા માસ્ક અમદાવાદ જિલ્લાના કલેક્ટરને સોંપવામાં આવ્યા હતા.

જેમાં સમગ્ર રાજ્યમાં 21થી 27 મે દરમિયાન ચાલેલા આ અભિયાનના છેલ્લા દિવસે અમદાવાદના એન. સી. સી. ગ્રુપ હેડ કવાર્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલા 4500 માસ્ક અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલાને સુપ્રત કર્યા હતા.
મહત્વનું છે કે, અમદાવાદ જિલ્લા કલેક્ટર કે. કે.નિરાલાએ કેડેટ્સના આ સેવાભાવના જુસ્સાને બિરદાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાની લડાઈમાં સૌથી મોટુ હથિયાર એટલે માસ્ક છે. તેના દ્વારા ચેપ ફેલાતો અટકાવી શકાય છે. જો કે સમાજમાં કેટલાય લોકો એવા છે કે, જેઓ માસ્ક ખરીદવા સક્ષમ નથી.આવા લોકો સુધી માસ્ક પહોંચતા થાય તેવા ઉદ્દેશથી એન.સી.સી ગ્રુપ હેડક્વાર્ટર દ્વારા માસ્ક સુપ્રત કરવામાં આવ્યા હતા.
જો.કે સામાન્ય રીતે NCC કેડેટ્સ ગણવેશમાં આગવા જુસ્સા સાથે રાષ્ટ્ર સેવા માટે તૈયાર થતાં જોવા મળે છે. ત્યારે દેશ પર આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં પણ આ કેડેટ્સે સિલાઈ મશીન દ્વારા માસ્ક તૈયાર કરીને દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. NCC ગ્રુપ હેડક્વાર્ટરના કમાન્ડર શિવસિંગના નેતૃત્વ હેઠળ અમદાવાદની વિવિધ 8 NCC બટાલીયનના કેડેટ્સ દ્વારા સમાજને ઉપયોગી અને અતિ આવશ્યક માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે સમાજ અને તમામ લોકો માટે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે.