ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમના રોજ અમદાવાદના જગન્નાથજીના મંદિરેથી જળ યાત્રા નીકળશે. આ જળયાત્રામાં સાબરમતી નદી પરથી 108 કળશમાં નદીનું જળ ભરીને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. જળયાત્રામાં અનેક મહાનુભાવો ભાગ લે છે. તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જળયાત્રામાં જોડાયા હતા.
જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ શરૂ, 108 કળશ સાથે ગજવેશમાં નિકળી જળયાત્રા - GUjarat News
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીના જળભિષેક માટે જળયાત્રા યોજાય છે. ત્યારે શું છે જળયાત્રાનું મહત્વ અને જળાભિષેક માટે ક્યાંથી આવે છે પવિત્ર જળ... જોઈએ આ વિશેષ અહેવાલ
જેઠ સુદ પૂનમના રોજ ધજાની શાન સાથે સોમનાથ ભૂદરના આરે જળ ભરવા માટે જળયાત્રાનો પ્રારંભ કરાયો હતો. બેન્ડવાજા, હાથી-ઘોડા, ભજન મંડળીઓ સાથે વાજતે ગાજતે આ જળયાત્રા સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. ત્યાં ગંગાપૂજન કરવામા આવ્યું. ત્યારબાદ 108 ઘડામાં જળ ભરી મંદિરે લાવવામાં આવ્યા. આ જળથી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયો. સાથે સાથે વર્ષમાં એક જ વખત ભગવાનને ગણપતીનું રૂપ આપવામાં આવે છે એટલે કે ગજવેશ ધારણ કરવામા આવ્યો હતો.
આ વખતે ગજવેશના અનોખા આભુષણો અને વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. ગંગા પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કરે છે. ત્યારબાદ ભગવાન મામાના ઘરે જાય છે. આ વર્ષે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળવાના છે, ત્યારે ભગવાનને આવકારવા ભક્તો અધીરા બન્યા છે. જગન્નાથજી મંદિર પ્રશાસન પણ રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે.