શહેરના એલિસબ્રિજ પરથી અજાણી સવારના સમયે અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતી. આ મૃતદેહ સળગેલી અને અલગ અલગ હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહના અનેક અવશેષો પણ હજુ સુધી મળ્યા નથી જેની પોલીસ દ્વારા શોધખોળ થઈ રહી છે. મરનારા વ્યક્તિ સાથે તાંત્રિક વિધિ થઈ હોવાની પણ પોલીસે શંકા વ્યક્ત કરી છે. અત્યારે પોલીસે મૃતદેહના મળેલા ટુકડાને આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ બાકીના અવશેષો મળ્યા બાદ પોલીસ કાર્યવાહીમાં આગળ વધી શકે છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
અમદાવાદ એલિસબ્રિજ પરથી અજાણ્યા મૃતદેહના ટુકડા મળ્યા, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી - Ahmedabad Police
અમદાવાદઃ શહેરના સૌથી જૂના અને જાણીતા એલિસબ્રિજ પરથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, જેના શરીરના દરેક અંગ વિખરાયેલા મળ્યા છે.હત્યા અગાઉ મરનારા સાથે તાંત્રિક વિધિ કર્યા હોવાની પણ શંકા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તપાસમાં જોડાઈ છે.
લાસના ટુંકડા મળ્યા
આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા, તો ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાઈ છે. મૃતદેહ અંગે પણ પોલીસ દ્વારા ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી છે.