ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદઃ ધોળકા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 500ને પાર

અમદાવાદ શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જેના કારણે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના ધોળકા તાલુકામાં અત્યાર સુધી 500 પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોના અપટેડ
કોરોના અપટેડ

By

Published : Sep 18, 2020, 11:28 PM IST

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે સાંજ સુધીમાં નવા 21 કેસ નોંધાતા કુલ આંકડો 2,167 પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 500ને પાર પહોંચી ગયો છે. જિલ્લામાં કોરોનથી પણ 58 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદ ગ્રામ્ય કોરોના અપડેટ

  • ધોળકા - 502
  • સાણંદ - 477
  • દસક્રોઈ -323
  • બાવળા -254
  • ધંધુકા - 193
  • વિરમગામ - 246
  • માંડલ -87

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 89 હજાર લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 28 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 89 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details