ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય કોરોના અપડેટ: કુલ 16,965 પોઝિટિવ કેસ - rural corona update

અમદાવાદ શહેર બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં બુધવારે સાંજ સુધીમાં નવા 19 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કુલ આંકડો વધીને 1695 થયો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોના કુલ કેસ 400નો આંક વટાવી ચૂક્યા છે, જ્યારે સાણંદમાં 393 કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યના આંકડામાં અમદાવાદ શહેરના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

Ahmedabad Rural
Ahmedabad Rural

By

Published : Aug 26, 2020, 10:30 PM IST

અમદાવાદ: જિલ્લાના ધોળકામાં 400 અને સાણંદમા 393 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઊપરાંત દસ્ક્રોઈ તાલુકામાં 271 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 58 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય કોરોના અપડેટ

  • ધોળકા - 400 પાર
  • સાણંદ - 393
  • દસ્ક્રોઈ - 271
  • બાવળા - 187

નોંધ:- ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કુલ 58 લોકોના મોત થયા છે.

બાવળામાં પણ 187 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ શહેરની આસપાસ આવેલા તાલુકાઓમાં અને વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસનું પ્રમાણ વધુ છે. જ્યારે શહેરથી થોડે દૂર આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હજૂ પણ કોરોના સંક્રમણ ઓછું છે.

અમદાવાદ ગ્રામ્યમાં 1.09 લાખ જેટલા લોકોનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રામીણ વિસ્તારમાંથી સ્થિતિ ન બગડે એના માટે 87 હજાર ઘરોનું સેનિટાઇઝેશન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details