શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મહિલા તબીબના આપઘાતનો હજુ 24 કલાક થયા છે, ત્યારે અન્ય એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોલા વિસ્તારમાં સંસ્કાર ટાવર ફ્લેટમાં પરિવાર સાથે રહેતો 19 વર્ષીય જયમીન ડાભી ઘરેથી કોલ્ડ ડ્રિન્ક લાવવાનું કહીને ફ્લેટમાં નીચે ગયો હતો, જ્યાં તે તેના મિત્રોને મળ્યો હતો અને પાછો ઉપર ગયો હતો. મિત્રોને મળ્યાના થોડાક સમય બાદ જયમીન ધાબેથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. જયમીને આપઘાત કર્યો છે કે, પછી આકસ્મિક રીતે મોત થયું છે તે રહસ્ય છે.
ધાબા પરથી નીચે પટકાતા યુવકનું મોત,અકસ્માત કે આપઘાત અંગે રહસ્ય અકબંધ - Ahmedabad
અમદાવાદઃઆપઘાત અને આકસ્મિક રીતે મોત થવાનો સિલસિલો યથાવત જ છે, ત્યારે એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સોલામાં રહેતા યુવકનું ધાબેથી નીચે પટકાતા મોટ થયું છે.યુવકે આપઘાત કર્યો છે કે, આકસ્મિક રીતે નીચે પટકાયો છે તે અંગે જાણકારી સામે આવી નથી. આ ઘટનાની જાણ થતાં સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
Ahmedabad
આ અંગે જાણ થતાં સોલા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જયમીન તેના માતા-પિતા અને ભાઈ સાથે રહેતો હતો. તે પોતે કોલેજમાં અભ્યાસ કરે છે, તેની માતા સિંગર છે અને પિતા જયપુરમાં એન્જીનીયર છે જ્યારે ભાઈ પણ અભ્યાસ કરે છે. હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.