ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં આર્મી અગ્નિવીર ભરતી રેલી યોજાશે, સ્થળ અને તારીખ આ રહ્યાં - અગ્નિવીર ભરતી

ગુજરાત રાજ્યના 20 જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના આર્મી અગ્નિવીર ભરતી રેલી ( Agniveer recruitment rally in Ahmedabad ) યોજાશે. 10 નવેમ્બર 2022 સુધી ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એરેના, નવરંગપુરા, અમદાવાદ ખાતે ( Agniveer recruitment rally in Ahmedabad venue ) આ આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં આર્મી અગ્નિવીર ભરતી રેલી યોજાશે, સ્થળ અને તારીખ આ રહ્યાં
અમદાવાદમાં આર્મી અગ્નિવીર ભરતી રેલી યોજાશે, સ્થળ અને તારીખ આ રહ્યાં

By

Published : Oct 29, 2022, 8:54 PM IST

અમદાવાદ અગ્નિવીર જનરલ ડ્યુટી તમામ આર્મ્સ, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવીર ક્લાર્ક સ્ટોર કીપર ટેકનિકલ ઈન્વેન્ટરી મેનેજમેન્ટ બધા આર્મ્સ અગ્નિવીર ટ્રેડ્સમેન 10મું પાસ અને અગ્નિવીર ટ્રેડ્સમેન 8મું પાસ બધા આર્મ્સ હાઉસ કીપર અને મેસ કીપર કેટેગરી માટે ભરતી હાથ ધરવામાં આવી રહી છે.અમદાવાદમાં ( Agniveer recruitment rally in Ahmedabad ) 10 નવેમ્બરે ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ( Agniveer recruitment rally in Ahmedabad venue ) માં ભરતી પ્રક્રિયા યોજાઇ છે.

કયા જિલ્લા માટે ભરતી આ રેલી આણંદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, સુરત, બનાસકાંઠા, નર્મદા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ભરૂચ, છોટા ઉદેપુર, ખેડા, દાહોદ , પંચમહાલ જેવા 20 જિલ્લા અને દમણ અને દાદરા-નગર હવેલીના બે કેન્દ્રશાસિત પ્રદેશોના નિવાસી ઉમેદવારોને ( Agniveer recruitment rally in Ahmedabad ) લાગુ પડશે.

અગ્નિવીર ભરતી રેલી ઉમેદવારોને સૂચનાઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણેના તેમના દસ્તાવેજો જેમ કે અસલ શિક્ષણ પ્રમાણપત્રો, પૂરતી સંખ્યામાં ફોટોગ્રાફ્સ, ફોર્મેટ મુજબ માન્ય સોગંદનામું, નિવાસી, જાતિનું પ્રમાણપત્ર વગેરે સાથે ( Agniveer recruitment rally in Ahmedabad ) રાખવા. કોઈપણ ઉમેદવારને એડમિટ કાર્ડ ઓળખપત્ર વિના રેલીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આર્મી સત્તાવાળાઓ દ્વારા તમામ ઉમેદવારોને કોઈપણ પ્રકારના દલાલો કે એજન્ટોની વાતો પર ધ્યાન ન આપવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે સમગ્ર ભરતી પ્રક્રિયા ખૂબ જ ન્યાયી, પારદર્શક અને મફત છે. જો કોઈ દલાલ કે એજન્ટ ઉમેદવારનો સંપર્ક કરે,તો આવા ઉમેદવારે તરત જ લશ્કરી અધિકારીઓ,પોલીસને જાણ કરવી જોઈએ અથવા આવી કોઈપણ પ્રવૃત્તિઓની CPGRAMS પર ફરિયાદ નોંધાવવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details