- ગુજરાત યુનિવર્સીટીની શિવ સિક્યુરિટીનો કૌભાંડ સામે આવ્યું
- 1.96 કરોડની વાર્ષિક આવક કરીને કરોડોનું કૌભાંડ હોવાની ફરિયાદ
- શિવ સિક્યુરિટી દ્વારા ચોપડે 152 ગાર્ડ બતાવવામાં આવ્યા હતાં
અમદાવાદ: યુથ કોંગ્રેસના નેતા ડૉ. સુભાન સૈયદે 8 જુલાઈ 2019ના રોજ ગુજરાત યુનિવર્સીટીમાં (Gujarat University) ટેન્ડર પ્રક્રિયાથી ચાલી રહેલ શિવ સિક્યુરિટી ((Security Aegancy)) સામે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, શિવ સિક્યુરિટી દ્વારા ચોપડે 152 ગાર્ડ બતાવવામાં આવ્યા છે, જેમાં મહિલા અને ગન મેનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની સામે માત્ર 36 ગાર્ડ જ રાખવામાં આવ્યા છે. આ 36ગાર્ડને પણ 24 કલાક નોકરી કરાવવામાં આવે છે, જેમાનવધિકાર અને લેબર લૉના નિયમ વિરુદ્ધ છે.
14 થી 16 હજાર પગાર આપવાની જગ્યાએ 10 થી 12 હજાર જ આપતાં
ઉપરાંત 3 વર્ષથી ટેન્ડર પ્રક્રિયા થઇ નથી જેમાં ગુજરાત યુનિવર્સીટીના એસ્ટેટ અધિકારીઓની સંડોવણી છે. સિક્યુરિટી એજન્સી દ્વારા 14 થી 16 હજાર પગાર આપવાની જગ્યાએ 10 થી 12 હજાર જ પગાર આપવામાં આવે છે. ગાર્ડના બેન્ક એકાઉન્ટ પણ તેમને આપવામાં આવતા નથી તેમના ખાતામાં પૈસા આવે તે એજન્સી દ્વારા સીધો ઉપાડી લેવામાં આવે છે, આમ સિક્યુરિટી એજન્સી અને યુનિવર્સીટીના કેટલાક અધિકારીઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવે છે.
Gujarat University ગુજરાત યુનિવર્સિટીમાં શિવ સિક્યરિટી કૌભાંડ સામે, શિક્ષણ કમિશન અને વિજિલન્સ એક્શન મોડમાં 2009થી શિવ સિક્યુરિટીને ટેન્ડર આપવામાં આવે છેઆ અંગે યુથ કોંગ્રેસનાં નેતા ડૉ. સુભાન સૈયદે જણાવ્યું હતું કે 2009થી શિવ સિક્યુરિટીને ટેન્ડર આપવામાં આવે છે, અત્યારે પણ ટેન્ડર પ્રક્રિયા વિના અગાઉની ટેન્ડર એકસ્ટેન્ડ કરી આપવામાં આવ્યું છે. ખાનગી એજન્સીની જગ્યાએ GISF જે સરકારી એજન્સી છે, તેને સિક્યુરિટીની જવાબદારી સોંપવામાં આવે તેવી મારી માંગણી છે જેથી ગેરરીતિ બંધ થાય.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ આ પણ વાંચો:Gujarat University Admission :અમદાવાદના મેયરે ભત્રીજાના એડમિશન માટે ગુજરાત યુનિવર્સીટીમાં કુલપતિની બે કલાક રાહ જોઈ