ગુજરાત

gujarat

ETV Bharat / state

ભગવાન બારડને રાહત, ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાની પ્રતિક્રિયા, જુઓ વીડિયો... - gujaratinews

અમદાવાદ: તાલાલાનાં ધારાસભ્ય ભગવાન બારડને હાઇકોર્ટના ચુકાદા બાદ નિરાશ થવાનો વારો આવ્યો હતો, ત્યારે સુપ્રીમ કોર્ટે તેઓને રાહત આપી છે. આ અંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 1, 2019, 6:06 PM IST

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે અને ઉમેદવાર જાહેર કરી રહ્યાં છે. તે વચ્ચે જ સુપ્રીમ કોર્ટથી મહત્વના સમાચાર આવતા જ રાજકીય પક્ષએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

ભગવાન બારડ અંગેના ચુકાદા બાદ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ આપી પ્રતિક્રિયા

હવે આ મામલો ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો છે. આ બંને સ્વતંત્ર અને બંધારણીય સંસ્થાઓછે. આ બંને સંસ્થાઓ જે પણ નિર્ણય લેશે તે બધાએ સ્વીકારવો પડશે. એવું ભરત પંડ્યાએ જણાવ્યું હતું.

મહત્વનું છે કે, બહુ વર્ષો પહેલા પહેલાનાંખનીજ ચોરીના કેસમાં આરોપી સાબિત થયેલા કોંગ્રેસના સસ્પેન્ડેટ ધારાસભ્ય ભગવાન બારડે પોતાના સસ્પેન્શનને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ તેમાં તેમને નિરાશ થવાનો સમય આવ્યો હતો, ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટે તાલાલા બેઠક પરની પેટા ચૂંટણી પર રોક લગાવી દીધી છે. જેથી હવે અહીં પેટા ચૂંટણી નહીં યોજાય.

ABOUT THE AUTHOR

...view details