ગુજરાત

gujarat

ETV Bharat / state

ઐતિહાસિક દરવાજો તોડી પાડ્યા બાદ કોર્પોરેશનના સ્ટે સામે હાઈકોર્ટમાં રિટ - કોર્પોરેશનના સ્ટે સામે હાઈકોર્ટમાં રિટ

અમદાવાદ: આસ્ટોડિયા બગીચા પાસે આવેલા ઐતિહાસિક દરવાજાને તોડી પાડવા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્યાં બાંધકામ પર આપી દીધેલા સ્ટે સામે અરજદાર એજન્સી હબ-ટાઉન હાઈકોર્ટમાં રિટ દાખલ કરતા સોમવારે જસ્ટિસ વી.એમ. પંચોલીએ કોર્પોરેશનને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે અગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઐતિહાસિક દરવાજો તોડી પાડ્યા બાદ કોર્પોરેશનના સ્ટે સામે હાઈકોર્ટમાં રિટ
ઐતિહાસિક દરવાજો તોડી પાડ્યા બાદ કોર્પોરેશનના સ્ટે સામે હાઈકોર્ટમાં રિટ

By

Published : Dec 9, 2019, 10:20 PM IST

અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં દાદ માંગવામાં આવી છે કે, બાંધકામ મુદ્દે કોર્પોરેશનથી અગાઉ પરવાનગી મળી હોવા છતાં અચાનક સ્ટે આપી દેવાયો છે. કોર્પોરેશનની પરવાનગીમાં દિવાલ સાથે આવેલા દરવાજાને તોડવો કે નહીં એ અંગે કોઈ સપષ્ટતા કરવામાં આવી ન હતી. એસ.ટી બસ સ્ટેન્ડ પાસે GSRTCના બાંધકામ માટે કામ કરતી હબ-ટાઉન સંસ્થાએ જાન્યુઆરીમાં દરવાજો તોડી પાડતા આ અંગેની ફરિયાદ કોર્પોરેશનમાં કરવામાં આવી હતી.

અરજદાર તરફે દલીલ કરાઈ છે કે, કામકાજ પુરૂ કરવાનો કોન્ટ્રાક્ટ 2020 સુધીમાં પુરો થાય છે. કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલો સ્ટે રદ્દ કરવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરીટેજ વિભાગે અગાઉ ભલામણ કરી હતી કે, આ દરવાજો પુરાતત્વ વિભાગ કે અન્ય કોઈ કાયદાના રક્ષણ હેઠળ નથી પરતું તેને તોડવામાં ન આવે પરતું હબ-ટાઉનને જાન્યુઆરી 2019માં દરવાજો તોડી પાડતા આ મુદ્ગે કોર્પોરેશનમાં ફરિયાદ કરાતા બાંધકામના કામકાજ પર સ્ટે આપી દેવાયો જેને રદ્દ કરવા બાંધકામ એજન્સી દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details