ગુજરાત

gujarat

ETV Bharat / state

નવી સરકારી શાળાઓ શરૂ કરવાની સરકારની જાહેરાત બાદ લગાવાઈ રોક - Manish Doshi News

રાજ્યમાં સરકારી શાળા શરૂ કરવાની વિધાનસભાની જાહેરાતને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. સરકારે અગાઉ જાહેરાત તો કરી દીઘી અને હવે નવી શાળાઓ શરૂ કરવા પર લોક લગાવી છે, સરકારના કારણે જ રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે એવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Jun 28, 2020, 1:41 PM IST

Updated : Jun 28, 2020, 3:20 PM IST

અમદાવાદઃ રાજ્યમાં સરકારી શાળા શરૂ કરવાની સરકારની જાહેરાતને લઈને કોંગ્રેસે સરકાર સામે શાબ્દિક પ્રહાર કર્યા છે. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારે અગાઉ નવી શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી.જેના પર હવે રોક લગાવવામાં આવી છે. કારણ કે, રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. એટલે સરકારે પહેલા રાજ્યમાં શિક્ષણ વધારવું જોઈએ. પછી શાળાઓ શરૂ કરવી જોઈએ.

વિધાનસભામાં નવી સરકારી શાળાઓની શરૂ કરવાની જાહેરાત બાદ લગાવાઈ રોક
આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી શાળાઓ વ્યાપક પ્રમાણમાં શરૂ કરવાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ હવે આ જાહેરાત પર રોક લગાવવામાં આવી છે. રાજ્યમાં 10,700 શાળાઓમાંથી 1256 શાળાઓ સરકારી છે. 118માંથી 107 શાળાઓ શરૂ થવાની હતી જેના પર સરકારે રોક લગાવી છે.દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં માધ્યમિક શાળાઓ ઓછી હોવાથી હજારો વિદ્યાર્થીઓનો શિક્ષણનો હક સરકારે છીનવ્યો છે.મોટા પાયે શાળાઓના અભાવે વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટનો રેશિયો વધ્યો છે. ગતિશીલ ગુજરાત અને વિકાસશીલ ગુજરાત માત્ર કાગળ પર છે. રાજ્યમાં શિક્ષણ વધારવાની જગ્યાએ ઘટાડવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં 6 હજાર કરતાં વધારે શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Last Updated : Jun 28, 2020, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details