ગુજરાત

gujarat

ETV Bharat / state

AMTS ટિકિટ કૌભાંડ બાદ વિજિલન્સની 18 ટીમો કાર્યરત કરાઈ - AMTS ticket scandal

અમદાવાદઃ  થોડા સમય પહેલા થયેલાં AMTS કૌભાંડની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ તંત્રની કામગીરી પર અનેક પ્રશ્ન ઉઠી રહ્યાં હતા. જેથી તંત્ર દ્વારા AMTSની કામગીરી પર નજર રાખવા માટે વિજિલન્સ ટીમની નિંમણૂક કરવામાં આવી છે. આ સાથે જ ડ્રાઈવર કંન્ડ્ક્ટરને નોકરીમાં બરખાસ્ત કરી 7 લાખની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.

AMTS ટિકિટ કૌભાંડ બાદ વિજિલન્સની 18 ટીમો કાર્યરત કરાઈ

By

Published : Nov 6, 2019, 6:13 PM IST

અમદાવાદ જિલ્લાના કાલુપુરથી ખાત્રજ માર્ગ પર AMTS બસ ડ્રાઈવરે મુસાફરો પાસેથી પૈસા લઈને ટીકિટ ન આપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું, ત્યારબાદ તંત્ર દ્વારા ડ્રાઈવર અને કંન્ડક્ટરને નોકરી પરથી બરખાસ્ત કરીને 7 લાખની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.

AMTS ટિકિટ કૌભાંડ બાદ વિજિલન્સની 18 ટીમો કાર્યરત કરાઈ

આ ઘટના બાદ મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેથી ફરીથી આવી ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા 14 વિજિલન્સ ટીમની નિંમણૂક કરવામાં આવી છે. મુસાફરોની સરળતા માટે આવનાર સમયમાં વિજિલન્સ ટીમમાં વધારો કરી AMTSનું મોનીટરીંગ કરવા ચેરમેને જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલ, અમદાવાદમાં 700 બસો રૂટ પર દોડે છે. જેમાંથી 606 બસોનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પરિણામે AMTSમાં ખોટનું પ્રમાણ વધી રહ્યું છે. પરિણામે AMTSમાં કૌભાંડની ઘટના બહાર આવી રહી છે. જેથી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details