અમદાવાદ: શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. જેમાં સ્થાનિક નેતાઓ પણ તેનો ભોગ બન્યા છે. હવે મણીનગરના કોર્પોરેટર રમેશ પટેલ અને તેમની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ તેમના પત્નીનો કોરોના રિર્પોટ પોઝિટિવ આવ્યો હતો.
પત્ની બાદ મણિનગરના કોર્પોરેટર રમેશ પટેલ પણ કોરોનોનાં સંકાજામાં - corona virus in india
કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખ, કમળાબેન ચાવડા બાદ હવે મણીનગર વોર્ડથી ભાજપના કોર્પોરેટર રમેશ પટેલ કોરોનાના સકંજામાં આવ્યા છે. તેમના પત્નીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ હવે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
પત્ની બાદ મણિનગરના કોર્પોરેટર રમેશ પટેલ પણ કોરોનાનાં સંકાજામાં
કોર્પોરેટર અને તેમની માતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, તેમની પત્નીની પણ SVP હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. આ પહેલા અસારવા વિસ્તારના કોર્પોરેટરને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.