અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આપેલા વિવાદીત (Statement of Bharatsinh Solanki)નિવેદન અંગે હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને પોતાનો આક્રોશ રજૂ કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કર્યું કે કોંગ્રેસને જનતાની ભાવનાથી કોઇ લેવા દેવા નથી તેવું મેં પહેલા પણ કહ્યું છે. તેમણે સવાલ કર્યો કે શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરુર નથી? મંગળવારે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદીત નિવેદન(Hardik Patel Remark on Congress Leader) આપ્યું હતું કે રામ મંદિરની ઇંટો પર કૂતરા પેશાબ કરે છે. આ નિવેદન બાદ થોડા કલાકોમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા હાર્દિક પટેલનું નિવેદન આવ્યું છે અને તેમણે ભરતસિંહના નિવેદન અંગે આક્રોશ પ્રગટ કર્યો હતો.
આ પણ વાંચોઃપાટણમાં મેવાણીએ ભાજપ અને RSS પર પ્રહારો કરવામાં કહ્યું કંઇક એવું કે...
કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવા-દેવા નથી -હાર્દિક પટેલે ટ્વિટમાં કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવા-દેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાની વિરોધમાં જ કામ કરતી આવી છે. આજે પૂર્વ કેન્દ્રીયપ્રધાન અને ગુજરાતના નેતાએ નિવેદન આપ્યું કે રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતા હતા. હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે તમને ભગવાન શ્રી રામથી શું વાંધો છે? હવે તો ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ પણ થઇ રહ્યું છે છતાંય કોંગ્રેસના નેતા વિવાદીત નિવેદન કેમ આપે છે. શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી ?