ગુજરાત

gujarat

ETV Bharat / state

15 મે બાદ લોકોને ઘરેબેઠાં શાકભાજી-કરિયાણું મળશે, પરંતુ કેશ ઓન ડિલિવરીની મંજૂરી નહી

શહેરમાં સંપૂર્ણ લૉકડાઉન છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં હવે ઘરે-ઘરે શાકભાજી અને કરિયાણું મળી રહે એવી વ્યવસ્થા અમદાવાદ કમિશનર દ્વારા કરવામાં આવી છે. જેમાં 15 મે બાદ લોકોને ઘરબેઠાં શાકભાજી અને કરિયાણું મળી રહેશે. જોકે, તે માટે લોકો, વેપારીઓ અને ફેરિયાઓએ પણ અમુક નિયમોનું પાલન કરવું પડશે.

15મી બાદ લોકોને ઘેરબેઠાં શાકભાજી-કરિયાણું મળશે, પરંતુ કેશ ઓન ડિલિવરીની મંજૂરી નહી
15મી બાદ લોકોને ઘેરબેઠાં શાકભાજી-કરિયાણું મળશે, પરંતુ કેશ ઓન ડિલિવરીની મંજૂરી નહી

By

Published : May 11, 2020, 4:42 PM IST

Updated : May 11, 2020, 8:56 PM IST

અમદાવાદઃ લૉકડાઉનના સમયમાં સરકાર દ્વારા એક સ્ટ્રેટજી નક્કી કરવામાં આવી છે. જેમાં મોટી રીટેલ કંપનીઓ ઘેરબેઠાં લોકોને શાકભાજી અને કરિયાણાની હોમ ડિલીવરી કરશે. જે માટે AMC એ ડી-માર્ટ, ઓસીયા હાયપરમાર્કેટ, બિગ બાસ્કેટ, બિગ બઝાર, ઝોમેટો, સ્વિગી જેવી કંપનીઓનો સમાવેશ થશે. તમે આ લોકોનો સંપર્ક કરીને વસ્તુ મગાવી શકશો અને આ લોકો સ્ક્રિનિંગની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ વસ્તુની ડિલિવરી કરશે.

અમદાવાદ કોર્પોરેશનના અતિમહત્વના નિર્ણયો
15 મેથી અમદાવાદના તમામ નાનામોટા સ્ટોરમાં કેશ લેસ નાણાકીય વ્યવહારો ફરજિયાત કરાશે. કંપનીઓના તમામ સ્ટાફનું ફરજિયાત સ્ક્રિનિંગ કરાવવા આદેશ અપાયો છે. કરન્સી નોટ મારફતે કોરોના ફેલાતો હોવાના કારણે તમામ નાણાકીય વ્યવહારો ફરજિયાત કેશ લેસ કરવા નિર્ણય લેવાયો છે. યુપીઆઇ અને અન્ય પ્લેટફોર્મ મારફતે ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. હેલ્થ કાર્ડ સાત દિવસ સુધી જ માન્ય રહેશે. ટાઇમ ટુ ટાઇમ એએમસીમાં રિન્યુ કરાવવાનું રહેશે. કન્ટેન્ટમેન્ટ એરિયામાં ડિલિવિરીની મંજૂરી નથી. કેશ ઓન ડિવિલરીની મંજૂરી નહીં.
15 મે બાદ લોકોને ઘરેબેઠાં શાકભાજી-કરિયાણું મળશે, પરંતુ કેશ ઓન ડિલિવરીની મંજૂરી નહી
તમામ ડિલિવરી બોય માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. અમદાવાદમાં શાકભાજી, ફળ, દૂધ, કરિયાણાની 17000 રિટેલ શોપ છે. કોર્પોરેશન 100 ટીમ બનાવશે. આ ટીમના સભ્યો દરેક શોપમાં જઇને તમામના મોબાઇલમાં ફરજિયાત પેમેન્ટ એપ ડાઉનલોડ કરાવશે અને તેના માટે તમામ ટેકનિકલ સપોર્ટ આપશે. કોરોના કાગળ પર વધુ સમય રહેતો હોવાથી કરન્સી નોટ મારફત ન ફેલાય તેના માટે આ નિર્ણય લેવાયો છે. રિટેલ વેચાણ માટે 15 પછી હજુ વધુ ગાઇડલાઇન આવશે.
Last Updated : May 11, 2020, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details