અમદાવાદ: લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 78 પ્રમાણે ચૂંટણીમાં કરેલ ખર્ચની વિગતો ઉમેદવારોએ ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક માહિનામાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ચોક્કસ ફોર્મેટમાં રજૂ કરવાની હોય છે. નિયમો અનુસાર ગુજરાતમાં વિધાનસભાના ઉમેદવાર 40 લાખ સુધી જ ખર્ચ કરી શકે તેવી મર્યાદા હોય છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો દ્વારા (ધારાસભ્ય) ચૂંટણીમાં કરેલ ખર્ચની વિગતોનું વિશ્લેષણ ADR તરીકે કર્યું છે.
સૌથી વધુ ખર્ચ કરનાર ધારાસભ્ય 23 MLA એ મર્યાદા કરતાં 50 ટકા ઓછો ખર્ચ કર્યો:ADR દ્વારા રજૂ કરાયેલ રીપોર્ટ અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના 182 ધારાસભ્યો (MLA) પૈકી 23 (13 ટકા) ધારાસભ્યોએ ખર્ચ મર્યાદાના રકમના 50 ટકાથી પણ ઓછો ખર્ચ દર્શાવ્યો છે. ગુજરાતના ધારાસભ્યોનો ચૂંટણીનો સરેરાશ ખર્ચ માત્ર 27.10 લાખ થાય છે. તેમાં ભાજપ (BJP) પક્ષના ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ 27.94 લાખ અને કોંગ્રેસ (INC) નો 24.92 લાખ, આમ આદમી પાર્ટી (AAP)નો 15.63 લાખ, સમાજવાદી પાર્ટી (SP) ના ધારાસભ્યનો ખર્ચ 6.87 લાખ જ્યારે 3 અપક્ષનો ચૂંટણી ખર્ચ 21.59 લાખ દર્શાવ્યો છે.
સૌથી ઓછો ખર્ચ કરનાર ધારાસભ્ય 174 ધારાસભ્યો પોતાના પૈસે ચૂંટણી લડ્યા:182 ધારાસભ્યોમાંથી 174 ધારાસભ્યોએ દર્શાવ્યું છે, કે તેમણે તેમના પોતાના પૈસા ચૂંટણીમાં ખર્ચ કર્યા છે. 8 MLA એ કહ્યું છે, કે તેમણે પોતાના કોઈ પૈસા ખર્ચ કર્યા નથી. ધારાસભ્ય દાન અને કંપની કે વ્યક્તિઓ પાસેથી ચૂંટણી માટે લીધે ફાળો ખૂબજ ઓછો એટ્લે માત્ર 5 થી6 ટકા જેટલો જ દર્શાવ્યો છે.
સ્ટાર કેમ્પેનર દ્વારા થયેલ ખર્ચ સીએમ ભૂપેન્દ્ર પટેલે 47 ટકા જ ખર્ચ કર્યો: અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બીજી વખત ચૂંટણી લડ્યા હતા. તેમને ચૂંટણી ખર્ચની 40 લાખની મર્યાદા સામે 18.74 લાખનો જ કુલ ખર્ચ કર્યો છે. તેમણે ખર્ચની મર્યાદા સામે માત્ર 47 ટકા ખર્ચ કર્યો છે. તેવી જ રીતે સુરતની મજુરા બેઠક પરથી રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ 40 લાખની મર્યાદા સામે કુલ રૂપિયા 21.42 લાખનો ખર્ચ કર્યો છે, જે ખર્ચની મર્યાદા સામે 55 ટકા ખર્ચ કર્યો છે.
'એક બાજુ ચૂંટણી વખતે આપણને રેલી, પ્રદર્શન, જાહેરાતો, પ્રચાર અને મતદારો પ્રભાવિત કરવા બહુ મોટા પાયે નાણાં ખર્ચાતા દેખાય છે જયારે બીજી બાજુ ચૂંટણી પંચ સમક્ષ ખુબ જ ઓછો ખર્ચ રીપોર્ટ થાય છે. ગૂજરાત ચૂંટણીમાં ધારાસભ્યો દ્વારા દર્શાવેલ ખર્ચ તેમની ખર્ચ મર્યાદા કરતાં ઘણો ઓછો દેખાય છે. આ એક ચિંતાની બાબત છે કે ચૂંટણીમાં ખરેખર થતા ખર્ચનો અંદાજ આવતો નથી.' -પંક્તિ જોગ, સ્ટેટ કોઓર્ડિનેટર, ADR
ઈલેક્શન પિટિશન દાખલ કરવાની મુદત લંબાવવી જોઈએ:ખર્ચની વિગતો 30 દિવસમાં રજૂ કરવાની હોય છે. જ્યારે ઇલેક્શન પિટિશન દાખલ કરવાની મુદત માત્ર 45 દિવસની હોય છે, તે લંબાવવામાં આવવી જોઈએ. જેથી કરીને કોઈ નાગરીકને ખર્ચની વિગતોનો પૂરતો અભ્યાસ કરી તે અંગે ઇલેક્શન પિટિશન કરવી હોય તો તે કરી શકે છે.
- Karnataka Election 2023: કર્ણાટકની VIP સીટો, જાણો આ વિધાનસભા બેઠકોના સમીકરણ ?
- PM Modi Gujarat Visit : શિક્ષકો વચ્ચે પીએમ મોદીની ખાસ વાત, ગૂગલ ક્યારેય ગુરુ નહીં બની શકે ગુરુ તો શિક્ષક જ રહેશે