અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly 2022) 182 ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ વખતે કેટલા ધારાસભ્યો છે, જેમની પર સૌથી વધુ દેવું છે. ગુજરાત ઈલેક્શન વૉચ (Gujarat Election Watch) અને એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ (Association for Democratic Reform) દ્વારા 182 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેની પર કરીએ એક નજર.
રાજ્યના કયા ધારાસભ્યો સૌથી વધુ ટેક્સ ભરે છે ને કોની પર છે સૌથી વધુ દેવું જૂઓ - ગુજરાત ધારાસભ્ય ઈન્કમટેક્સ રિટર્ન
રાજ્યમાં નવનિયુક્ત 182 ધારાસભ્યોની પસંદગી (Gujarat Assembly 2022) થઈ ચૂકી છે. ત્યારે આ ધારાસભ્યોમાંથી કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો પર કેટલું દેવું (Liabilities on MLAs of Gujarat) છે. તે અંગેની વિગતવાર માહિતી જોઈએ આ અહેવાલમાં.
કોની પર કેટલી જવાબદારી રાજ્યમાં ચૂંટણીમાં (Gujarat Assembly 2022) જીતેલા 182 ઉમેદવારોમાંથી 40 ઉમેદવારો એવા છે, જેમની પર આજે પણ 1 કરોડ રૂપિયાથી વધુની જવાબદારી છે. તેમણે આ તેમના સોગંદનામામાં જણાવ્યું હતું. આમાંથી સૌથી વધુ જવાબદારી (Liabilities on MLAs of Gujarat) ધરાવતા ધારાસભ્યની વાત કરીએ તો, ગાંધીનગર માણસા ભાજપના (Mansa assembly seat) ધારાસભ્ય જયંતિભાઈ સોમાભાઈ પટેલ પોતે 661 કરોડ રૂપિયાથી વધુની મિલકત ધરાવે છે, પરંતુ તેમની ઉપર આજે પણ 233 કરોડ રૂપિયાથી વધુની જવાબદારી છે. જ્યારે વડોદરાના વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે 111 કરોડ રૂપિયાથી વધુની મિલકત ધરાવે છે, તેમની પર 27 કરોડ રૂપિયાથી વધુની જવાબદારી છે. બનાસકાંઠા ધાનેરાના કૉંગ્રેસ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પાસે 63 કરોડ રૂપિયાની મિલકત ધરાવે છે. જ્યારે તેમની પર 18 કરોડ રૂપિયાથી વધુની જવાબદારી (Liabilities on MLAs of Gujarat) છે.
કોણે કેટલું ITR ફાઈલ કર્યું તો રાજ્યમાં ઈન્કમટેક્સ રિટર્ન પ્રમાણે જીતેલા (Gujarat MLA ITR) ઉમેદવારોમાંથી સૌથી વધુ આવક ધરાવતા ઉમેદવારોની વિગત જોઈએ તો, જામનગર ઉત્તરના ભાજપ ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા પાસે કુલ 97 કરોડ રૂપિયાની મિલકત છે. તેમણે વર્ષ 2021-22માં 18 કરોડ રૂપિયાથી વધુનું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હતું. જ્યારે દ્વારકા ભાજપના ધારાસભ્ય પબુભા માણેક પાસે કુલ 115 કરોડ રૂપિયાની મિલકત છે. તેમણે 2021-22માં 5 કરોડ રૂપિયાથી વધુનું ITR ફાઈલ કર્યું છે. સિદ્ધપુર ભાજપના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત પાસે 372 કરોડ રૂપિયાની મુલકત છે. તેમણે વર્ષ 2021-22 માટે 4 કરોડ રૂપિયાથી વધુનું ITR ફાઈલ કર્યું છે.