કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશ આપોઃ હાઈકોર્ટ - કોરોના નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશ આપો
અમદાવાદ જિલ્લા અને શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે તેની સામે સુરત અને રાજ્યના અન્ય ગ્રામીણ જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. જેથી સંક્રમણ ફરીવાર અમદાવાદમાં ન ફેલાય તે માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને અમદાવાદમાં પ્રવેશનાર દરેક વ્યક્તિના કોરના ટેસ્ટ કરવાનો આદેશ કર્યો છે અને જો નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશ આપવામાં આવે.
કોરોના નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશ આપોઃ હાઈકોર્ટ
અમદાવાદઃ કોરોનાના કેસમાં કેટલીક હદ સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ફરીવાર શહેરમાં કોરોનાના આંકડા વધે નહીં તેના માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સુરત કે, અન્ય સ્થળો પરથી અમદાવાદ જિલ્લામાં પ્રવેશનાર લોકોના કોરોના RT-PCR ટેસ્ટ કરવાનો આદેશ કર્યો છે અને જો નેગેટિવ આવે તોજ અમદાવાદમાં પ્રવેશ મળી શકશે.