ગુજરાત

gujarat

ETV Bharat / state

GTU દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્ટુડનર એડમિશન પોર્ટલ શરૂ કરવામાં આવશે - Admission

અમદાવાદ:ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી ગુજરાત રાજ્યમાં કાર્યરત યુનિવર્સિટી છે.ગુજરાતના સુરતથી લઈને કચ્છ, મોડાસા, તેમજ પોરબંદર સુધીના વિસ્તારોમાં GTU સંલગ્ન કોલેજો સાથે કાર્યરત છે.વિદ્યાર્થીઓ પણ ગુજરાતના છેવાડાના ગામથી ભણવા આવે આ કોલેજમાં આવે છે.આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને માર્કશીટ લેવા માટે GTU આવવું ન પેડ તેથી GTU દ્નારા વેબસાઈટમાં સ્ટુડનર એડમિશન પોર્ટલની શરૂઆત કરવામાં આવશે.

GTU દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્ટુડનર એડમિશન પોર્ટલ શરૂ કરવામાં આવશે

By

Published : Aug 1, 2019, 5:08 AM IST

વ્યવસ્થાના ભાગ રૂપે વિદ્યાર્થી પોતાના સર્ટિફિકેટ લેવા માટે અગાઉ ઓનલાઈન પેમેન્ટ મેળવી શકે છે, અને પોતાને અનુકુળ તથા તે નિયત પ્રમાણે તેના સર્ટિફિકેટ મેળવી શકશે.

આ સુવિધા અંતર્ગત મળનારા સર્ટિફિકેટ:-

  • - માઈગ્રેશન સર્ટિફિકેટ
  • -બેકલોગ સર્ટિફિકેટ
  • -CGPA TO PERCENTAGE
  • -રેન્ક સર્ટિફિકેટ
  • -લેન્ગવેજ સર્ટિફિકેટ
  • -ટ્રાન્સક્રીપ્ટ સર્ટિફિકેટ
    GTU દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્ટુડનર એડમિશન પોર્ટલ શરૂ કરવામાં આવશે


આ ઉપરાંત બેકલોક વિદ્યાર્થીઓ જે પોતાના વતનમાં હોય છે તેઓ પરીક્ષાનું ફોર્મ હવે ઓનલાઇન ભરી શકશે,જે ફોર્મ વિદ્યાર્થીઓએ સમયસર ભરવાનું રહેશે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાના આગલા દિવસ સુધી ફોર્મ ભરતા નથી તે લોકો માટે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના આગલા દિવસ સુધી પણ લેટ ફી લઈને હવે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે પરંતુ તે માટેની લેટ ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ ઓનલાઇન મળી જશે.



ABOUT THE AUTHOR

...view details