- આધ્યાત્મનંદજી મહારાજની કોરોનાની સારવાર દરમિયાન નિધન
- સ્વામીજીને 13 એપ્રિલે SGVPમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા
- આધ્યાત્મનંદજી સરેલાઈટ વિસ્તારમાં આવેલા શિવાનંદ આશ્રમના સર્વાધ્યક્ષ હતા શિવાનંદ આશ્રમના સર્વાધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદજીનું કોરોનાથી નિધન
અમદાવાદ:ગુજરાત અને અમદાવાદ શહેરમાં કોરોનાનો કાળો કહેર વધી રહ્યો છે. આથી, કોરોનાના કારણે અનેક લોકોનાં મૃત્યુ થયા છે. ત્યારે, અમદાવાદના દિવ્યજીવન સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ અને શિવાનંદ આશ્રમના શરૂઆતથી યક્ષ સ્વામી આધ્યાત્મનંદજીનું કોરોનાની સારવાર દરમિયાન SGVP હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓને 13 એપ્રિલના રોજ SGVP હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:રોગ પ્રતિકારક શક્તિ માટે કરો પ્રાણાયામ સ્વામી અધ્યાત્માનંદજી સાથે...
સ્વામીજીને 13 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરાયા
આશ્રમ તરફથી મળતી માહિતી પ્રમાણે, સ્વામી અધ્યાત્માનંદજીને કોરોનાના લક્ષણો દેખાતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાદ, 13 એપ્રિલના દિવસે SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં, છેલ્લા અમુક દિવસથી તબિયત વધુ ખરાબ થતાં આજે શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ અધ્યાત્માનંદજી સ્વામીનું નિધન થયું હતું.
વડાપ્રધાન મોદીએ સ્વામી અધ્યાત્માનંદજીને આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને યોગગુરૂ સ્વામી અધ્યાત્માનંદજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, યોગગુરૂ સ્વામી અધ્યાત્માનંદજી પરમધામ સીધાવ્યા તે જાણી દુ:ખ થયું. આધ્યાત્મિકતા જેવા ગહન વિષયને તેઓએ સરળ શૈલીમાં સમજાવ્યો. યોગ શિક્ષણ ઉપરાંત અમદાવાદના શિવાનંદ આશ્રમની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓથી સ્વામીજીએ સમાજની સેવા કરી છે તેનું સ્મરણ કરી શ્રધ્ધાંજલી અર્પું છું. ૐ શાંતિ !