ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત રાજ્યમાં રીમડિસીવર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ

રાજ્યમાં કોરોના મહામારી ધીમે-ધીમે ફરી એક વખત વધી રહી છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરે જણાવ્યું કે, રીમડિસીવર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવેલો છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં 13,860 ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવેલા છે એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.

ડૉ. એચ.જી.કોશીયા
ડૉ. એચ.જી.કોશીયા

By

Published : Apr 1, 2021, 10:10 PM IST

  • રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં 13,860 ઇન્જેક્શન ઉપલબ્ધ
  • રીમડિસીવર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ: ડૉ. એચ.જી.કોશીયા
  • કુલ-32,965 ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવશે

અમદાવાદ: જિલ્લાના ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ.એચ.જી.કોશીયાએ જણાવ્યુ છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવી અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સીધી દેખરેખ અને પ્રયાસોથી રીમડિસીવર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવેલો છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં 13,860 ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવેલા છે. જે પૈકી અમદાવાદમાં 5478 ઇન્જેક્શન, વડોદરામાં 2290 ઇન્જેક્શન, સુરતમાં 1852 ઇન્જેક્શન, રાજકોટમાં 216 ઇન્જેક્શન, મહેસાણામાં 414 ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવેલું છે.

રીમડિસીવર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ: ડૉ. એચ.જી.કોશીયા

આ પણ વાંચો:રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઝડપાયું, 5ની અટકાયત

Zydus Cadila દ્વારા 30,000 ઇન્‍જેક્શનોનું દૈનીક ઉત્પાદન કરવામાં આવે છે

આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે 19,105 ઇન્જેક્શનનો જથ્થો જિલ્લાઓમાં વિતરણ થવાનો છે. આમ, કુલ 32,965 ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવશે. રીમડિસીવર ઇન્‍જેક્શનના ઉત્પાદકો જેમ કે, Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., Cadila Healthcare Ltd., Dr. Reddy's Lab. Ltd., Jubilant Lifescience Ltd. પૈકી ગુજરાત રાજ્યના ઉત્પાદક Zydus Cadila દ્વારા 30,000 ઇન્‍જેક્શનોનું દૈનીક ઉત્પાદન કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દી દીઠ 06 ઇન્‍જેક્શનની જરૂર પડતી હોવાથી દરરોજના 5000 દર્દીઓની સારવાર કરી શકાય તેટલા ઇન્જેક્શનનું ઉત્પાદન Zydus Cadila દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો:ભાવનગરમાં કોરોના કેસ વધતા રેપિડ ટેસ્ટમાં વધારો, રેમિડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં ઘટાડો

રીમડિસીવર ઇન્‍જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો-કમિશ્નર

ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જાહેર જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરી છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સિજન, રીમડિસીવર ઇન્‍જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે, એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.

ABOUT THE AUTHOR

...view details